• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari, After The Rain Water Receded, Dirt On The Ring Road Spread On The Water Hyacinth Road, Fear Of An Epidemic Among The Locals.

પારાવાર ગંદકી:નવસારીમાં વરસાદી પાણી ઓસર્યા બાદ રીંગરોડ પર ગંદકી સાથે જળકુંભી રસ્તા પર પથરાઇ, સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ

નવસારી2 મહિનો પહેલા
  • નીચાણવાળા વિસ્તારોમાં પાલિકા સફાઈ હાથ ધરે તેવી લોકમાંગ
  • પાણી ઓસર્યા બાદ અનેક વિસ્તારોમાં ગંધકીનું સામરાજ્ય

નવસારી જિલ્લામાં ગત ચાર દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદ સાથે જ ઉપરવાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ બની હતી. નદીમાં ધસમસતા પાણી સાથે લાકડા, કચરો તેમજ જળ વનસ્પતિઓ પણ મોટા પ્રમાણમાં તણાઈ આવી હતી. ત્યારે વરસાદી પાણી ઓસર્યા બાદ રીંગરોડ પર ગંદકી સાથે જળકુંભી રસ્તા પર પથરાતા લોકો પારાવાર ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

રોગચાળો ફાટવાની ભીતિ
નવસારીના ફુવારા નજીકના નીચાણવાળા વિસ્તારમાં મીથીલાનગરી, રૂસ્તમવાડી રોડ, રીંગરોડ સહિતના આંતરિક રસ્તાઓ પર જળ વનસ્પતિ (જળકુંભી) રસ્તા પર ફેલાઈ પડી છે. સાથે જ કચરો અને કાદવ કીચડ થતા અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જલાલપોરથી રીંગરોડનો ઉપયોગ કરી લોકો પોતાના ગંતવ્ય પર પહોંચતા હોય છે, પણ રસ્તા પર કચરો, જળ વનસ્પતિ ફેલાવાના કારણે બાઇક સ્લીપ થવાથી લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. જ્યારે ગંદકીને કારણે રોગચાળો ફાટવાની ભીતિ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.

સ્થાનિકોને મુશ્કેલી
જળ વનસ્પતિ સાથે નદી અને ખાડીના પાણીમાંથી જનજનાવર પણ આવ્યા હોવાનો ડર લોકોમાં જોવા મળ્યો છે. ત્યારે નવસારી-વિજલપોર પાલિકાએ વહેલી જાગે અને રસ્તા પર ફેલાયેલી જળ વનસ્પતિ અને કાદવ-કીચડની સફાઈ વહેલી કરાવે એવી આશા સેવી રહ્યા છે. સ્થાનિક ચંદન શાહના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ જળકુંભી રસ્તા પર ફેલાય છે. જેને કારણે લોકોને આવવા જવાની મુશ્કેલી ઊભી થઈ છે પાલિકા વહેલી તકે આ વિસ્તારમાં સાફ-સફાઈ કરે તે જરૂરી છે નહીંતર રોગચાળો ફાટી નીકળશે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...