તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • In Navsari, Aam Aadmi Party Workers Burnt A Banner In The Form Of Cremation Of CR Patil In Protest Of The Uproar In Surat Municipal Corporation.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:નવસારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરત મનપામાં જે હોબાળો થયો તેના વિરોધમાં સી.આર.પાટીલના પૂતળાદહન સ્વરૂપે બેનર સળગાવ્યું

નવસારી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલેકટર કચેરી બહાર મુખ્ય માર્ગ પર 10 થી 12 કાર્યકરોએ બેનર સળગાવી સંતોષ માન્યો

નવસારી શહેરમાં આમ આદમી પાર્ટીએ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે પાલિકાની ચૂંટણીમાં મરણીયો પ્રયાસ કર્યો હતો. પણ તેમને સફળતા મળી ન હતી. સાથે વિવિધ મુદ્દાઓ પર આવેદન સહિત અનેક કાર્યક્રમો આપી રહી છે. ત્યારે સુરત મનપાનું બજેટ ઓફલાઈન ચલાવવાના વિરોધમાં વિરોધ પક્ષના નેતા તેમજ આપ કાર્યકતાઓ પર પોલીસ સાર્જન્ટ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું તેના વિરોધમાં નવસારીમાં પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીએ સાંસદ સી.આર. પાટીલના પૂતળાદહનના કાર્યક્રમનું આયોજન તો કર્યું પણ ગ્રામ્ય પોલીસ ધરપકડ કરશે તેને લઈને પાટીલના બેનર સળગાવીને મન મનાવ્યું હતું

જિલ્લા સંગઠનના કાર્યકરોને પોલીસ પકડનો ડર

આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરીમાં આવેદન આપવાની વાત કહી હતી. ત્યારબાદ કલેકટર કચેરીના બહાર મુખ્ય માર્ગ પર 10 થી 12 કાર્યકરોએ બેનર સળગાવી સંતોષ માન્યો હતો. નગરપાલિકાના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી હાર મેળવી વધુ એગ્રેસીવ બનીને કાર્યક્રમ આપીને સતત જિલ્લામાં પોતાની હાજરી લેવા માટે વિવિધ કાર્યક્રમો કરીને ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો