તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી પંથકમાં હ્યુમાનિટી સંસ્થા દ્વારા સામજિક સેવા કાર્યો કરી માનવતા મહેંકાવી રહી છે. જેમાં લોકડાઉન દરમિયાન ગરીબ પરિવારોને કીટથી લઈને આર્થિક મદદ કરી માનવતાનાં કાર્યો કર્યા હતા. ચાર વર્ષથી તેમનો સેવાનો રથ લોકોની સેવા માટે દોડી રહ્યો છે. તાજેતરમાં શ્રમજીવી પરિવારનાં મુખ્ય કમાનારનો ઓપરેશનનો તમામ ખર્ચ ઉપાડીને એક કુટુંબનો માળો વિખેરાતો બચાવ્યો છે.
નવસારી કાલિયાવાડી પાસે રહેતા શ્રમજીવી ભરતભાઇ પરિવારનાં આર્થિક ગુજરાન માટે નાનકડી લારી પર ઘરગથ્થુ પ્લાસ્ટીકની વસ્તુઓ લારીમાં ફરીને વેચાણ કરતા હતા. તેમને પેટમાં તકલીફ હોય ઓપરેશન માટે તબીબોએ જણાવ્યું હતું પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેઓ સારવાર કરાવતા ન હતા. તેમની તકલીફ વધી જતા તેઓ વસ્તુ વેચવા ફેરી ફરવા બહાર જતા ન હતા અને તેમના કુટુંબ ઉપર આર્થિક સંકટ આવ્યું હતું. જેની જાણ હ્યુમાનિટી ગ્રુપ ઓફ નવસારીના સંસ્થાનાં કાર્યકરને થઈ હતી. તેણે સંસ્થામાં વાત કરી અને તેમના ઈલાજનો સંપૂર્ણ ખર્ચ ભોગવવા સભ્યોએ સંમતિ આપી અને તેમનું ઓપરેશન કરાવ્યું હતું.
હ્યુમાનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા કરાયેલા પ્રયાસોથી ભરતભાઇનું પથરીનું ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું અને હોસ્પિટલનો તમામ ખર્ચ ભોગવ્યો હતો. જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી એમના તથા પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. ભરતભાઈ સાજા થઈ ઘરે ગયા ત્યારે તેઓએ હ્યુમાનિટી સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાના કાર્યમાં ઓટ ન આવે
નવસારી પંથકમાં યુવાનોની બનેલી હ્યુમાનિટી સંસ્થા દ્વારા લોકસેવાના કાર્યક્રમો મૂકસેવક તરીકે કરી રહ્યા છે. ઘણી સંસ્થાઓ માત્ર સેવાકીય કામો કરતી હોય તેમને દાતા સખાવત કરીને સંસ્થાના માધ્યમ થકી મદદ કરે તો કોઈ પણ વ્યકિત આર્થિક તકલીફ, તબીબી સહાય મેળવી શકે એમ છે. સમાજનાં ઘણા લોકો સુખી સંપન્ન છે પણ સમય નથી, તેઓ પણ સંસ્થાઓને સખાવત આપી મદદ કરે તેનાથી માનવતાના કાર્યોમાં ઓટ ન આવે. > ઉત્કર્ષ પટેલ, કાર્યકર, હ્યુમાનિટી સંસ્થા
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.