રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ત:નવસારીમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા રોડ બ્લોક થયો, રાહદારીઓના શ્વાસ અધ્ધર થયા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર માટે રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે નવસારી શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાં બે આખલાઓ સામસામે આવી જતા આખલા યુદ્ધ ખેલાયું હતું. જેના કારણે રસ્તો બ્લોક થયો હતો. આખલા યુદ્ધથી રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓમાં ભય ફેલાયો હતો. રાહાદારી અને વાહનચાલકોએ રસ્તા પાસે ઊભા રહી આખલા જ્યાં સુધી લડવાનું બંધ ન કરે ત્યાં સુધી રોડ પરથી પસાર થવાનું માંડી વાળ્યું હતું. આ લડતા આખલાનો વીડિયો પણ કોઈએ ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ સમગ્ર મામલે નવસારી વિજલપુર નગરપાલિકાને અનેક વખત ફરિયાદ મળી હતી. જેથી તેઓ સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરે છે છતાં પણ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા ઓછી થતી નથી. રોજેરોજ કોઈકને કોઈક વિસ્તારમાં આખલા લડી રહ્યા છે જેથી રાહદારીઓને અકસ્માતનો ખતરો નજરે ચડે છે. લડતા આખલાઓના વીડિયો અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ પણ થાય છે. આવા પ્રકારની ઘટના બને ત્યારે શહેરીજનો સાવચેતી પૂર્વક રોડ પરથી પસાર થાય છે. રસ્તે રખડતા આખલાના કારણે અનેક રાહદારીઓ જાન ગુમાવી છે તો કેટલાક ઘાયલ પણ થયા છે. નવસારી-વિજલપુર નગરપાલિકા સાથે જ વહીવટી તંત્ર સયુંકત કામગીરીના ભાગરૂપે રખડતા ઢોર મામલે તાત્કાલિક કોઈ નક્કર પગલા લે તેવી માંગ શહેરીજનોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...