તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરૂણીનો પત્તો મળ્યો:નવસારીમાં 15 વર્ષીય તરૂણી ટ્યૂશનેથી ગુમ થઇ હાલોલથી મળી આવી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયકલ નદીના પુલ પાસે મળી હતી

નવસારી ગ્રામ્ય પોલીસ મથકે 13મી જૂને એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કબીલપોર પંથકમાં રહેતી તરૂણી માતા-પિતાનું અવસાન થતાં તેની માસીને ત્યાં રહી અભ્યાસ કરતી હતી. તેણી 12મી જૂને ટ્યૂશને ગઈ હતી. ટ્યૂશન છૂટ્યા બાદ ઘરે પરત આવી ન હતી. જેથી તેની માસીએ ટ્યૂશનમાં પૂછતાં તે 5 વાગ્યે ઘરે જવા નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં શોધખોળ કરતા તેણીની સાઈકલ આરક સિસોદ્રાના મિંઢોળા નદીના પુલ પાસે મળી આવી હતી. જેથી તેણીની માસીએ અપહરણની શંકા સાથે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ થતા જ સીપીઆઈ કે.એલ પટણીએ તપાસ હાથ ધરી હતી. પોલીસે તેણીના સંબંધીઓ સુરત અને અમદાવાદમાં રહેતા હોય ત્યાં પણ તપાસ કરી હતી તેમજ તેના ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા. એ દરમિયાન હાલોલમાં એક તરૂણી પૂછપરછ કરતી પોલીસને મળી આવતા તેને પોલીસ મથકે લવાઈ હતી. જે તેણી નવસારીનું હોવાનું ખુલતા અને નવસારી પોલીસે બાળાની તસ્વીર જાહેર કરી હોવાથી તે તરૂણી જ હોવાનું જણાતા નવસારી પોલીસને જાણ કરી હતી. આમ નવસારી પોલીસની મહેનત રંગ લાવી ફરિયાદના માત્ર 3 કલાકમાં જ કબીલપોરની ગુમ તરૂણીને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

પોલીસે તરૂણીને શોધવા 3 ટીમ બનાવી
નવસારી પોલીસે ગુમ તરૂણીને શોધી કાઢવા ચાર ટીમો બનાવી હતી. જેમાં પ્રથમ ટીમ સીપીઆઈ અને ગ્રામ્ય પોલીસ સ્ટાફે તરૂણીના પરિવારજનો અને સ્કૂલ-ટ્યૂશનની માહિતી એકત્રિત કરી હતી. બીજી ટીમ એસઓજી સ્ટાફ રહેણાંક મકાનથી ટ્યૂશન કલાસ અને ગુમ તરૂણીની સાઈકલ મળી આવી તે સ્થળ સુધીના સીસીટીવી ફુટેજો, નવસારી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર ગુમ થનારા બાળાની ફોટા સાથે માહિતીની તપાસ કરી હતી. જ્યારે ત્રીજી ટીમ એલસીબીના સ્ટાફને નેહા નંબર 48 પર સુરત-વડોદરા તરફના રૂટના સીસીટીવી ફૂટેજ મેળવવા, સુરત તેમજ ઉધના સ્ટેશને તપાસ કરવા અને બાતમીદારોને રોકી તપાસ કરવા અને જ્યાં સાઈકલ મળી તે મિંઢોળા નદીની બન્ને તરફ રહેતા અને માછીમારી કરતા લોકોની પૂછપરછ કરી હતી.

માસી ઠપકો આપશે તેવું માની તરૂણી ઘરેથી સાયકલ લઇને નીકળી ગઇ હતી
માતા-પિતાનું અવસાન થતાં 2 વર્ષથી તરૂણી કબીલપોર પંથકમાં માસીને ત્યાં રહેતી હતી. તેણી ઘરકામ કરી મદદ કરતી હતી. 12મીએ ટ્યૂશનના શિક્ષકે અભ્યાસ બાબતે માસીને વાત કરી હતી. જેથી ઘરે જઈશ તો માસી ઠપકો આપશે તેવું માની તેણી મિંઢોળા પાસે સાઈકલ મૂકી સુરત ગઈ હતી. જ્યાંથી બસ મારફતે હાલોલ ગઈ હતી. અજાણ્યું સ્થળ હોય પૂછપરછ દરમિયાન હાલોલ પોલીસના હાથે તે લાગતા તેને પોલીસ મથકે લાવી પ્રાથમિક પૂછપરછ કરી હતી. તેણી એનવસારીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ થયાના 3 કલાકમાં તરૂણીનો કબજો મેળવીને નવસારીમાં રહેતા તેના સ્વજનોને આપ્યો હતો. ભવિષ્યમાં સ્વજનો તેણીને કોઈ ઠપકો નહીં આપશે તેમ પણ જણાવ્યું હતું. > કે.એલ.પટણી, સર્કલ પીઆઈ, નવસારી.

અન્ય સમાચારો પણ છે...