ચૂંટણી પૂર્વે ચૂકવાશે! લોકોમાં ચર્ચાતો સવાલ:નવસારીમાં 9000 લોકો કેશડોલ અને 3500 કુટુંબ બે મહિને પણ ઘરવખરી સહાયથી વંચિત

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસરગ્રસ્તોને તાત્કાલિક સહાયની ચૂકવણી કરવાની હોવા છતાં જિલ્લામાં હજી કેટલાય લોકોને તેનો લાભ મળ્યો નથી

નવસારી જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓમાં 15 જુલાઈના અરસામાં ઘોડાપૂર આવ્યા હતા. આ પૂર દોઢ દિવસથી વધુ રહ્યા હતા, જેને લઈને અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા અને ઘરોમાં પણ પાણી પ્રવેશતા ઘણા કુટુંબોને સ્થળાંતર કરાવવું પડ્યું હતું. સરકારે તુરંત વ્યક્તિગત કેશડોલ સહાય અને કુટુંબોને ઘરવખરી સહાય ચૂકવવાની હોય છે. જોકે જિલ્લાના અંદાજે 9 હજારા લોકોને કેશડોલ સહાય ચૂકવાઇ નથી. તો અંદાજે 3500 કુટુંબને ઘરવખરી સહાય પણ ચૂકવાઈ નથી.

નવસારી શહેરમાં વધુ ચૂકવણી બાકી
પૂરના પાણી જિલ્લાના ઘણા વિસ્તારોમાં પ્રવેશતા ત્યાં પણ કેશડોલ અને ઘરવખરી ચૂકવાઇ હતી. જોકે, જે કેશડોલ, ઘરવખરી સહાય બાકી છે, તેમાં જિલ્લામાં વધુ ચૂકવણી નવસારી શહેરમાં જ બાકી છે. નવસારી શહેરમાં એવું પણ છે કે એક જ વિસ્તારમાં કેટલાકને ચૂકવણી થઈ ગઇ છે, કેટલાકની બાકી રહી જતા લોકોમાં નારાજગી વ્યાપી ગઇ છે. બંદર રોડ જેવા વિસ્તારમાં આવું બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...