તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સની સેવા અવર્ણનીય:નવસારીમાં 108ના 70 કર્મી કોરોનાકાળમાં અવિરત દોડતા રહ્યાં છતાં એકપણ સંક્રમિત નહીં

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં સરકારની ઈમરજન્સી સેવા 108 કોરોના મહાકાળમાં કોરોના દર્દી અને ઈમરજન્સીના દર્દીઓ માટે ઈશ્વરનાં આશીર્વાદરૂપી બની છે. જેમાં લોકડાઉન બાદ કોરોનાનાં અને અન્ય ઈમરજન્સી દર્દીઓ માટે એક માત્ર સેવા રહી હતી. જેમાં નવસારી જિલ્લામાં 13 લોકેશન પરથી 108નાં 70થી વધુ પેરામેડિકલ સ્ટાફ સેવા માટે અવિરત દોડતો રહ્યો અને મોટાભાગનાં કોરોના દર્દીઓને લઈ આવવાની ફરજ બજાવી હતી, જેમાં એકપણ સ્ટાફ સંક્રમિત થયો ન હતો અને નિર્ભય રીતે પોતાની ફરજને સેવા ગણી અવિરત દોડતા રહ્યા છે.

નવસારી જિલ્લામાં 23 માર્ચ બાદ લોકડાઉન નોંધાયા બાદ લોકોને અવરજવર માટે પ્રવેશબંધી હતી. ઈમરજન્સીમાં કોઈપણ આકસ્મિક ઘટના નોંધાય ત્યારે 108ની સેવા આશીર્વાદરૂપ બની હતી. જેમાં નવસારી જિલ્લામાં 13 જેટલા લોકેશન પર 108ના સ્ટાફની 24 કલાક હાજરી રહેતી હતી.

જેમાં નવસારી સિવિલ હોસ્પિટલ, જલાલપોર, ગ્રીડ, મરોલી, બીલીમોરા, ચીખલી, ખેરગામ, ટાંકલ, ગણદેવી, રૂમલા, લીમઝર, મહુવાસ વાંસદામાં 108નાં 70થી વધુ સ્ટાફ ઈમરજન્સીના ભાગરૂપે પ્રોગ્રામ મેનેજર દિનેશ ઉપાધ્યાયનાં માર્ગદર્શનથી નવસારી જિલ્લા ઈએમઈ મયંક ચૌધરીનાં હાથ નીચે ફરજ બજાવી રહ્યા છે. જેમાં 13 એમ્બ્યુલન્સ પૈકી 2 એમ્બ્યુલન્સ કોવિડ-19નાં કેસ માટે ફાળવવામાં આવી હતી. કોરોનાનો પ્રથમ કેસ 24 એપ્રિલે નોંધાયો હતો, ત્યારબાદ આજ સુધી 1500થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓને 108 મારફત લાવવામાં આવ્યા છે. 108નાં પેરા મેડિકલ સ્ટાફના વૈશાલીબેન પટેલે જણાવ્યું કે કોરોના કાળમાં 108નો સ્ટાફ કોઈપણ પરિસ્થિતિમાં ડર્યા વગર ફરજ પર હાજર રહ્યો છે. કોરોનાની શરૂઆતમાં અમે ઘટનાસ્થળે જઈએ ત્યારે પીપીઈ કિટ પહેરીને બહાર નીકળીએ અને કોરોના પોઝિટિવ દર્દીઓને લેવા જઈએ ત્યારે મહોલ્લાનાં લોકો ગભરાઈ જતા હતા. અમારે પહેલા કોરોનાગ્રસ્ત દર્દીના સંબંધીઓનું કાઉન્સેલિંગ કરી બાદમાં અમે તેમનું પ્રાથમિક ચેકઅપ કરી 108માં લાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો