જાહેરનામું:નવસારીમાં PMની હાજરીને લઇ 5 માર્ગ વન-વે જાહેર કરાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલીના ખુડવેલમાં PMના કાર્યક્રમમાં આશરે 4 લાખ જેટલી જનમેદની એકઠી થનાર છે. આ તમામ જનમેદનીની બસો તેમજ નાના-મોટા વાહનો મારફતે અલગ-અલગ જિલ્લાના રૂટથી કાર્યક્રમના સ્થળે આવશે. જેથી ટ્રાફિક નિયમન વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે સભા સ્થળે પાસ સિવાયના આવતા-જતા વાહનો પ્રતિબંધિત કરવા રસ્તાને વન–વે કરવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું તે અનુસાર તમામ માર્ગો વન વે કરવામાં આવ્યા છે.

જેમાં રાનકૂવા ચાર રસ્તાથી વાંઝણા ટાંકલ ગણદેવા-ખારેલ ચાર રસ્તા સુધી વાહનો પર પ્રતિબંધ સવારે 6 થી 10 વાગ્યા સુધી વન વે, ખારેલ ચાર રસ્તાથી ગણદેવા ટાંકલ વાંઝણાથી રાનકૂવા ચાર રસ્તા સુધી આવતા વાહનો પર પ્રતિબંધ સવારે 10 થી 6 વાગ્યા સુધી વન વે, ખુડવેલ ચાર રસ્તાથી ફડવેલ–વાંદરવેલા–વાઘાબારી–વાંસકૂઈ– લીમઝર– ઉમરકુઈ(વાંસદા) સુધી જતા વાહનો પર પ્રતિબંધ, ઉમરકૂઈ (વાંસદા)થી લીમઝર-વાંસકુઈ વાઘાબારી- વાંદરવેલા ફડવેલ થી સવારે 6 થી 10 વાગ્યા સુધી વન વે, ખુડવેલ ચાર રસ્તા સુધી આવતા વાહનો પર પ્રતિબંધ રાનકૂવા ચાર રસ્તાથી પ્રતાપનગર -ખડકાળા ત્રણ રસ્તા(વાંસદા) સુધી જતા સવારે 6 થી 10 વન વે, ખડકાળા ત્રણ રસ્તા (વાંસદા)થી પ્રતાપનગર- રાનકૂવા ચાર રસ્તાથી આવતા વાહનો પર પ્રતિબંધ સવારે 10 થી 5 વાગ્યા સુધી રસ્તા વન વે રહેશે.

રસ્તા બાબતે વહીવટી તંત્રે જાહેરનામું બહાર પાડયું હતું. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...