તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:નવસારીમાં ફ્રન્ટલાઈનના 4778 વર્કરોએ વેક્સિન લીધી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ, સરકારી કર્મીઓને વેક્સિન

નવસારી જિલ્લામાં હાલ સુધીમાં 4778 ફ્રન્ટલાઈન વર્કરોને કોવિડ વેક્સિન આપી દેવાઈ છે.\nનવસારી જિલ્લામાં પ્રથમ હેલ્થ વર્કરોને કોવિડ વેક્સિન આપવાની શરૂઆત કરાયા બાદ હવે કોવિડમાં ફ્રન્ટલાઈન વર્કર તરીકે ગણાવાયેલાઓને વેક્સિન અપાઈ રહી છે. જિલ્લામાં હાલ સુધી 4778 ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જેમને વેક્સિન અપાઈ છે તેમાં 1960 પોલીસ વિભાગના કર્મચારીઓ, 365 હોમગાર્ડ, મહેસૂલી વિભાગના 370 અને નગરપાલિકાના 477 કર્મચારીઓ પણ છે.

ફ્રન્ટલાઈન વર્કરમાં સમાવાયેલા પંચાયત વિભાગના કર્મચારીઓ પણ વધુને વધુ સંખ્યામાં વેક્સિન લઈ રહ્યા છે અને તેમનો વેક્સિન લેનારાનો કુલ આંક 1606 થઈ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ શિક્ષકોને પણ વેક્સિન અપાઈ રહી છે અને 1481 જેટલા શિક્ષકોએ વેક્સિન લઈ લીધાનું જાણવા મળે છે. િલ્લામાં હાલ સુધીમાં 8654 હેલ્થ વર્કરે વેક્સિન લઈ લીધી છે. આ હેલ્થ વર્કરોમાં સરકારી અને ખાનગી બંનેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો