તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:નવસારીમાં વધુ 16 પોઝિટિવ સાથે 3 દિવસમાં 42 કેસ નોંધાયા, એક્ટિવ 95

નવસારી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગણદેવીમાં સૌથી વધુ 5 કેસ, કુલ કેસ 1753, 17 દર્દીઓ સાજા થયા

નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પુન: એક વખત જોર પકડી રહ્યું છે. શુક્રવારે 18 કેસ નોંધાયા બાદ શનિવારે વધુ 16 કેસ નોંધાતા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. જિલ્લામાં સૌથી વધુ 5 કેસ ગણદેવી તાલુકામાં નોંધાયા છે. નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે ઘટવાને બદલે વધી રહ્યું છે. શુક્રવારે કોરોનાના કેસનો આંકડો 18 પર પહોંચી ગયો હતો. તો બીજે દિવસે શનિવારે પણ સ્થિતિમાં સુધારો જણાયો ન હતો. બીજા દિવસે કુલ 16 કેસ નોંધાયા હતા. જોકે, તેની સામે 17 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા.

નવસારી જિલ્લામાં નોંધાયેલા આ 16 કેસમાં સાૈથી વધુ ગણદેવી તાલુકામાં 5 કેસ છે. જલાલપોરમાં 4, નવસારી શહેરમાં 2, ચીખલીમાં 3, ખેરગામ અને વાંસદામાં 1-1 કેસ નોંધાયો હતો. એ સાથે જ નવસારી જિલ્લામાં કોરોનાનો આંકડો 1753 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 102 કોરોના દર્દીઓના મોત થયા છે. હાલ એક્ટિવ કેસ 95 છે. શનિવારે 1638 સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધીમાં 1,66,675 જેટલા સેમ્પલો લેવાયા છે. જે પૈકી કુલ 1,63,284 સેમ્પલ નેગેટિવ રહ્યા છે.

જ્યારે કુલ પોઝિટિવ કેસનો આંકડો 1753 થતાં નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શનિવારે કોરોનાના 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. હાલ નવસારી જિલ્લામાં દાંડીયાત્રાનો પ્રવેશ થયો છે અને તેની સાથે હજારો લોકો ઉમટી પડતા તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં સંક્રમણ અટકે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર સતત પ્રયત્નશીલ છે.

ડાંગમાં વધુ 5 પોઝિટિવ, કુલ આંક 196, એક્ટિવ કેસ 18
આહવા | ડાંગમાં ગતરોજ સુબીર અને આહવા તાલુકામાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. શનિવારે ફરી ડાંગમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીતનાં જણાવ્યાનુસાર શનિવારે આહવાની શિક્ષણ કોલોનીમાં રહેતા 52 વર્ષીય વડીલ, ઉપરાંત વેરિયસ કોલોનીમાં રહેતા 31 વર્ષીય યુવાન, જામલાપાડા ગામે રહેતા 40 વર્ષીય યુવાન, શામગહાનમાં રહેતી 15 વર્ષીય કિશોરી અને ગુંદવહળમાં રહેતી 18 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંક 196 પર પહોંચ્યો છે. જેમાંથી 178 દર્દી સંપૂર્ણપણે સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 18 દર્દી એક્ટિવ હોય જે સારવાર હેઠળ રખાયા છે. ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે કોરોનાનાં કેસ બેવડી સદી તરફ દોટ મુકતા તંત્ર માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો