તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કરોનું વેક્સિનેશન પૂૂરૂ:નવસારીમાં હજુ 26 ટકા હેલ્થ કર્મીએ વેક્સિન લીધી નથી, 31 જાન્યુઆરી સુધીમાં હેલ્થ વર્કરોનું વેક્સિનેશન પૂૂરૂ કરવાની ગણતરી ખોટી પડી

નવસારી21 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં હજુ સુધી અંદાજે 26 ટકા હેલ્થ વર્કરોએ કોવિડ વેક્સિન લીધી નથી. વેક્સિન ન લેનારામાં વેક્સિન માટે અમાન્ય ઠરાવેલ તો કેટલાક છે પણ ઘણાએ એક યા બીજા કારણે વેક્સિન ન લીધાનું પણ જાણવા મળ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ નવસારી જિલ્લામાં પણ હેલ્થ વર્કરોને જ પ્રથમ કોવિડ વેક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી.

16 જાન્યુઆરીથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી. આમ તો સમગ્ર દેશમાં હેલ્થ વર્કરોને 31 જાન્યુઆરી સુધીમાં વેક્સિન આપવાની કામગીરી પુરી કરવાનો અંદાજ હતો,જોકે આમ થયું નથી અને મોટી સંખ્યામાં હેલ્થ વર્કરોએ વેક્સિન લીધી ન હતી. નવસારી જિલ્લામાં પણ હજુ ઘણા હેલ્થ વર્કરોએ વેક્સિન લીધી નથી. આંકડાકીય વિગત જોઈએ તો જિલ્લામાં ખાનગી અને સરકારી બંને મળી કુલ 9689 હેલ્થ વર્કર રજીસ્ટર થયા છે. જેમાંથી હાલ સુધીમાં 7214 હેલ્થ વર્કરોએ રસી લઈ લીધી છે. જોકે હજુ 26 ટકા હેલ્થ વર્કરોએ વેક્સિન લીધી નથી.

ખેરગામમાં 100 ટકા હેલ્થવર્કરોને વેક્સિન
જિલ્લામાં હેલ્થવર્કરોનું જે વેક્સિનેશન કરવામાં આવ્યું છે, તેમાં નવસારી, જલાલપોર જેવા તાલુકામાં 83 ટકાથી વધુ વેક્સિન આપી દેવાઈ છે. ખેરગામ તાલુકામાં તો રજીસ્ટર થયેલ તમામ 360 જણાંએ વેક્સિન લઈ લીધી છે.

3754 ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિન લીધી
31મી જાન્યુઆરીથી બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ કરાયું હતું, જેમાં કોવિડના ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિનેશન કરાઈ રહ્યું છે. ફ્રન્ટલાઈન વર્કરોમાં પોલીસ, હોમગાર્ડ, રેવન્યુ અને પંચાયત વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓને સમાવાયા છે. હાલ સુધીમાં 3754 ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિન લઈ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો