તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નવસારીમાં ડીઝલનો ગેરકાયદે સંગ્રહ કરી વેચતા 2 ઝડપાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે ટેન્કરમાંથી ડીઝલ કાઢતા પોલીસે ઝડપી પાડ્યાં

નવસારી જીઆઇડીસીમાં રાત્રિના સમયે ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ગેરકાયદે ડીઝલ કાઢી તેનો સંગ્રહ કરનારાને ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે ઝડપી લીધો હતો. કોઈપણ અધિકારીની પરવાનગી વગર જ્વલનશીલ પ્રવાહી રાખવા બદલ આવશ્યક બન્ને આરોપી વિરુદ્ધ ચીજવસ્તુની ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ કરી રહ્યાં છે.

નવસારી ગ્રામ્ય પીઆઈ બ્રહ્મભટ્ટ, અહેકો નરેન્દ્રસિંહ લાખુભા અને અપોકો શક્તિસિંહ મહેન્દ્રસિંહ નાઈટ કરફ્યૂમાં ફરજ બજાવતા હતા. અહેકો નરેન્દ્રસિંહ લાખુભાને બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં સાંઈ ગાર્ડન સોસાયટીમાં જ્વલનશીલ પ્રવાહીના જથ્થો ભરેલુ ટેન્કર (નં. RJ-14-GL-8919) ઉભું છે અને તેમાંથી સાગરમલ જાટવ (પ્રભાકુંજ સોસાયટી) ડીઝલ કાઢી રહ્યો છે. પોલીસે રેડ કરતા ડીઝલ ભરતા સાગરમલની અટક કરી હતી. તેમના ઘરમાં તપાસ તપાસ કરતા 35 લિટર ડીઝલ મળી આવ્યું હતું.

આ ડીઝલ લેનાર જેશારામ માગીલાલ નાઈ (રહે. પ્રભાકુંજ સોસાયટી)ના ઘરે પણ તપાસ કરતા જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેઓએ સાગર મલ પાસેથી છૂટક ખરીદી કરતો હોવાનું જણાવ્યું હતું. તેમની ઘરે પણ 35 લીટર ડીઝલ કિંમત રૂ. 3360 મળી આવ્યું હતું.

પોલીસે બન્ને આરોપીની અટક કરી ટેન્કર તપાસ માટે ગ્રામ્ય પોલીસે જપ્ત કર્યું હતું. વધુ તપાસમાં સાગરમલ દ્વારા 205 લિટર ડીઝલ જશારામને વેચ્યું હોવાનું કબુલ્યું હતું. પોલીસે ડીઝલ જેવું જ્વલનશીલ પદાર્થ કોઈપણ સત્તા અધિકારીની મંજૂરી લીધા વિના ગેરકાયદે રાખી એકબીજાની મદદગારી કરી ડીઝલ વેચતા હોય પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...