તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતાં ઢોર હજુ કેટલાનો ભોગ લેશે ?:નવસારીમાં ગાય આડી ઉતરતાં બાઇકસવાર 2 મિત્ર અથડાઇને ફંગોળાયા,1નું મોત,1ને ઇજા

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
મયુર ચંદ્રકાંતભાઈ પાટીલ - Divya Bhaskar
મયુર ચંદ્રકાંતભાઈ પાટીલ
 • વિજલપોરના દંપતી પર આભ ફાટ્યું, બે વર્ષ પૂર્વે નાના પુત્રનું દાંડીના દરિયામાં ડૂબી જતાં હવે મોટા પુત્રનું અકસ્માતમાં મૃત્યું
 • એરૂ ચાર રસ્તા પાસેની ઘટના, શહેરમાં ગંભીર અકસ્માત સમયે જ ઢોર પકડવાં જાગતાં પાલિકા તંત્ર સામે પણ પગલાં જરૂરી

નવસારીમાં એરૂ ચાર રસ્તા રોડ પર આવેલ નારણલાલા કોલેજના ગેટ સામેથી બાઇક પર પસાર થઇ રહેલા મયુર ચંદ્રકાંતભાઈ પાટીલ (ઉં. વ. 22, રહે. સહયોગ સોસા. વિજલપોર) અને તેનો મિત્ર પ્રેમ મધુકર રાજપુતને ગાય આડી ઉતરતા અકસ્માત નડ્યો હતો.જેમાં બાઈક ગાય સાથે અથડાતા બંને મિત્રો બાઈક પરથી ફંગોળાયા હતા. આ ઘટનામાં મયુર પાટીલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેના મિત્રને સામાન્ય ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મયુર પાટીલને તાત્કાલિક ધોરણે 108માં સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાે હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મયુરને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ પાટીલ પરિવારને થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિરાલાએ આ ઘટનાની જાણ જલાલપોર પોલીસને કરતાં પોલીસે તેની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.મૃતકના સંબંધી પ્રદીપભાઇ પાટીલે જણાવ્યું હતું કેે, પાટીલ પરિવારે બે વર્ષમાં બે દીકરા ગુમાવ્યા છે.

બે વર્ષ પહેલા મૃતકનો નાનો ભાઈ તેના મિત્રો સાથે દાંડીના દરિયે ગયો હતો જ્યાં ન્હાવા પડતા બે મિત્ર દાંડીના દરિયામાં ડૂબી ગયા હતા. જે પૈકી એક મયુરનો નાનો ભાઈ અને બીજો આદર્શ નગર સોસાયટીમાં રહેતો યુવાન તેનો ભોગ બન્યા હતા. પાટીલ પરિવાર હજી આ ઘટનામાંથી ઉભર્યો નથી ત્યારે આ બીજી કરુણાંતિકા સર્જાઇ હતી.

હમ નહીં સુધરેંગે, શહેરમાં રખડતાં ઢોરે બીજી વ્યક્તિનો જીવ લીધો અને અનેકને ગંભીર ઈજાઓ કરી છતાં પરિસ્થિતિ જૈસે થે

ઘટના-1 : આખલાની લડાઇમાં વૃદ્ધાએ જીવ ખોયો
નવસારી દુધિયા તળાવ શાકમાર્કેટમાં बेવર્ષ-2018માં બે આખલા વચ્ચે લડાઈ થતાં માર્કેટમાં અફરા તફરીનો મહોલ સર્જાયો હતો. જેમાં આખલાની લડાઇ વચ્ચે માર્કેટમાં શાકભાજી લેવા આવેલા વૃદ્ધાને આખલાએ અડફેટે લેતા તેમનું ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. મૃતક વૃદ્ધા પાલિકાનાં પૂર્વ પ્રમુખના માસી થતા હતા.

ઘટના-2 : માધવ માર્કેટ પાસે દિવ્યાંગને અડફેટે લીધા
જલાલપોરની મહાવિર સોસાયટીમાં રહેતા રત્નકલાકાર દિવ્યાંગ લક્ષ્મણભાઈ અર્જુનભાઈ ખીમસુરીયા (ઉ.વ.50 )ને તા.3-06-2020ના રોજ માધવ માર્કેટ પાસે અચાનક આખલાઓ લડતા લડતા આવતા અડફેટે લેતા તેમને માથામાં અને જમણા પગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે લાંબી સારવાર બાદ સ્વસ્થ થયા હતા.

ઘટના-3 :પાલિકાએ ઇજાગ્રસ્ત વૃદ્ધને 80 હજાર ચૂકવવા પડ્યાં
દશેરા ટેકરી વિસ્તારમાં 19-08-2020ના રોજ સવારે પોતાના ઘર આંગણે બ્રશ કરતા વૃદ્ધ આખલા યુદ્ધમાં ઝપટે ચઢી ગયા હતા. તેમણે આખલાએ પાડી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં લાંબી સારવારમાં બે લાખનો ખર્ચ થયો હતો. જેમાં રજુઆતો થતાં પાલિકાએ 80 હજાર સહાય રૂપે ચૂકવવા પડ્યા હતા.

ઘટના-4/5 : યુવાન અને પોલીસ કર્મીને ગંભીર ઈજા
ઓગષ્ટ-2020માં શહેરના પાંચહાટડી વિસ્તારમાં આખલાની લડાઈમાં રસ્તે જતા યુવાનને અડફેટે લેતા ઈજા થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક ઘટનામાં વિજલપોર વિસ્તારમાં પસાર થતા પોલીસકર્મીને ઓગસ્ટના બીજા પખવાડીયામાં રખડતા ઢોરે ઈજા કરી હતી.

ઘટના-6: સાઇકલ સવારને ગાયે પાડી દેતાં ઘવાયા
નવસારીના ચારપુલ મખદુમપુરા રોડ પરથી શ્રમજીવી મુકુન્દ રામચરણ ચૌધરી(રહે.નવી વસાહત, તિઘરા, નવસારી ) તા. 25.10.2020ના રોજ સાયકલ લઈને પસાર થતા હતા ત્યારે અચાનક ગાયે સાયકલને પાછળ ટક્કર મારતા તેમને માથામાં લોહીયાળ ઈજાઓ થતાં સારવાર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

અગાઉ પાલિકાના સત્તાધીશો સામે ગુનો નોંધાયો પણ કોઇ ઠોસ પગલાં નહીં !
નવસારીમાં ગત 6/8/2019 નાં રોજ અબ્દુલગની કાપડિયા નામના વૃદ્ધ દવા લેવા માટે ટાવરથી ગોલવાડ મેડીકલ સ્ટોર માં જતાં હતા. ત્યારે બંસીઘર દુકાન પાસે બે ગધેડાની લડાઇમાં વૃદ્ધને ડાબા પગના થાપાનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજા થયા બાદ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ તબિયત નાજુક થતા ઘણો સમય પથારીવસ રહ્યા હતા.આ મામલે ઇજાગ્રસ્તના પુત્રએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધવા એક વર્ષ બાદ હુકમ કરાયો હતો. જો કે પોલીસે કોઇ ઠોસ પગલા લીધા ન હતા.

દર મંગળ અને શુક્ર 10-10 ઢોર પકડવાની દેખાડા પૂરતી કામગીરી
નવસારી નગરપાલિકા રખડતા ઢોરનો પ્રશ્ન હલ કરવામાં સરેઆમ નિષ્ફળ રહીં છે.દર મંગળ અને શુક્રવારે દેખાડા પૂરતી 10-10 ઢોર પકડવાની કામગીરી કરાઇ છે. પરંતુ જો આ કામગીરી પરિણામ લક્ષી રહી હાેત તો અત્યારે નવસારી ઢોરના ત્રાસથી મુક્ત બની ગયું હોત! જ્યારે જ્યારે ઢોર અડફેટે કોઇ વ્યક્તિને ઈજા થાય છે. ત્યારે નગરપાલિકા લોકરોષથી બચવા ઢોર પકડવાની કામગીરી તેજ બનાવે છે. પછી ફરી પરિસ્થિતિ જૈસે થે બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો