તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:નવસારીમાં કોરોના સંક્રમણને લઈને આજે 10 કેસ પોઝિટિવ નોંધાયા, ત્રણ દિવસમાં 31 કેસ પોઝિટિવ આવ્યા

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારીમાં ત્રણ દિવસમાં 31 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં માણેકલાલ રોડ પર આવેલી ભકતાશ્રમ શાળામાં ધોરણ 11 (ઉંમર-15),અને 12 (ઉંમર-17)માં ભણતા બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં વિદ્યાર્થીઓ શાળાના સંપર્કમાં આવ્યા નથી.

જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 58 અને અત્યાર સુધી 1670 કેસ નોંધાયાગઈ કાલે 14 કેસ કોરોના પોઝિટીવ નોંધાયા બાદ શનિવારે 10 કેસ પોઝિટિવ આવતા ફરીવાર કોરોના કેસોની સંખ્યા ગતીમાન થઈ રહી છે. ધીરે ધીરે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં વિવિધ નાની મોટી શારીરિક તકલીફ સાથે સારવાર કરતા દર્દીઓ વધી રહ્યા છે. જેને જોતા એક તરફ આરોગ્ય તંત્ર વેક્સિનની કામગીરીમાં વ્યસ્ત છે. ત્યારે સતત કેસમાં થયેલા વધારાથી આરોગ્ય તંત્રની કામગીરી વધવા પામી છે. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 58 અને અત્યાર સુધી 1670 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો