કોરોનાનો કહેર:નવસારીમાં કોરોના હાલ કાબૂમાં, રવિવારે 1 પોઝિટિવ કેસ નોંધાયો, 17માં દિવસે મૃતાંક યથાવત રહેતા હાશ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1228 દર્દી રિકવર, એક્ટિવ કેસ 22

નવસારીમાં કોરોના પોઝિટિવ કેસ રોજ બરોજ નોંધાઇ રહ્યા છે પરંતુ રાહતની બાબત એ છે કે, છેલ્લા 17 દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. રવિવારે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જે નવો કેસ બહાર આવ્યો તે નવસારી તાલુકાના કછોલ ગામનો 25 વર્ષીય યુવાન હતો. જેની સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા 1351 થઈ હતી. રવિવારે કોરોનાના વધુ 2 દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 1228 થઈ હતી. એક્ટિવ કેસ 22 રહ્યા છે. જે એક્ટિવ કેસ છે તેમાં મહત્તમ હોમ આઇસોલેશનમાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી જ્યાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે ત્યાં કોરોનાના મૃત્યુ તો 17 દિવસથી થયું નથી. 22મી ઓક્ટોબરે છેલ્લું મૃત્યુ થયું હતું,ત્યારબાદ મૃત્યુ થયું નથી અને મૃત્યુઆંક 101 જ રહ્યો છે. કોરોનામાં મૃત્યુ વધુ ન થવાથી એમ પણ કહી શકાય કે તેની ઘાતકતા પણ ઓછી થઈ છે. દિવાળીમાં ફટાકડાના ધુમાડા અને વધતી ઠંડી સાથે કોરોના વધુ વકરી શકે તેમ હોય સાવચેતી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...