તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટર તો જ વોટ:નવસારીના વોર્ડ નંબર 4ના મોઠવાડમાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા સ્થાનિકોમાં રોષ, ચૂંટણી લડતાં ઉમેદવારોને કહ્યું, નો એન્ટ્રી

નવસારી23 દિવસ પહેલા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા નવસારીના મતદારો આક્રમક મિજાજમાં આવ્યા છે. પાંચ વર્ષમાં બાકી રહેલા કામોનો હિસાબ તેઓ માંગી રહ્યા છે. સાથે જ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ ન આવે તો મતદાન થઈ અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ચૂંટણી આવતાં વાયદા વચનની લાળી થતી હોય છે,ત્યારે મોટાભાગે રાજકીય પાર્ટીના ઉમેદવારો વાતો અને વચનોમાં ભોળવીને મત લઈ જતા હોય છે પણ નવસારીના મોઠવાડ વિસ્તારના સ્થાનિક લોકોની વાત જુદી છે. નવસારી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે પાણીનો ન ઉકેલાયેલો પ્રશ્ન કેન્દ્રમાં છે, લગભગ દરેક વોર્ડમાં ઓછા ફોર્સથી આવતું પાણી મહિલાઓ માટે માથાના દુઃખાવા સમાન રહ્યું છે, પાંચ વર્ષમાં સમસ્યા ઉકેલવા માટે શાસકો સરેઆમ નિષ્ફળ ગયા છે ત્યારે વોર્ડ નંબર ચારમાં આવતા મોઠવાડ વિસ્તારની મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીં તેવો એક નારો વહેતો કર્યો છે.

ગત ટર્મમાં મોઠવાડ વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવારોને જીત મળી હતી અને એ જ વિસ્તારમાંથી વિપક્ષના નેતા પણ આવે છે ત્યારે તેમને આ મામલે પૂછતાં તેઓએ શાસકો મોઠવાડ વિસ્તારની ઉપેક્ષા કરતું આવ્યું છે તેવી વાત કહી હતી . વ્હાલા દવલાની નીતિ વિકાસના કામોમાં શાસકો કરતા રહ્યા છે, જેથી મોઠવાડ વિસ્તારમાં પાણીનો પ્રશ્નો કદી ઉકેલાયો જ નથી.

આ વિસ્તારમાં કોને વિજય મળશે એ તો પછીનો પ્રશ્ન છે પણ અહીંના સ્થાનિકો પોતાના સળગતા પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કોઇ પણ રાજકારણીને પ્રચાર માટે આ વિસ્તારમાં પ્રવેશ નહીં આપે તેવું વાતવરણ ઉભું કર્યું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એ આ વિરોધને ગંભીરતાથી લેવા જેવો છે, આ વખતે મતદારો જુમલાથી પ્રભાવિત થશે નહીં અને નક્કર કામગીરી સાથે પાંચ વર્ષનો રોડ મેપ ધરાવતા જ ઉમેદવારને પ્રાથમિકતા આપશે તેવો મિજાજ મતદારોનો રહેવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો