દુઃખદ:નવસારી જિલ્લામાં ભાજપને બેઠો કરવામાં ટી. એમ. અગ્રેસર હતા

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી. એમ વ્યવસાયે વકીલ, બેંકના ચેરમેન પણ રહ્યા
  • ઠાકોરભાઈ​​​​​​​ દેસાઈનું 87 વર્ષની જૈફ વયે નિધન થયું

નવસારી જિલ્લામાં ભાજપને ઉભો કરવામાં મહત્વનો ફાળો આપનાર ટી એમના નામથી ઓળખાતા ઠાકોરભાઈ દેસાઈનું 87 વર્ષની વયે અવસાન થયું છે. આજે નવસારી જિલ્લામાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. મહત્તમ જગ્યાએ સત્તા ઉપર પણ છે પણ તેને આ જગ્યા ઉપર પહોંચાડવામાં અનેક કાર્યકરો, અગ્રણીઓએ સંઘર્ષ કર્યો છે, તેમાના એક ‘ટી એમ’ના નામથી વધુ ઓળખાતા ઠાકોરભાઈ દેસાઈ પણ છે. સ્વ રાવજીભાઈ અમીન સહિતના કેટલાક અગ્રણીઓ જેઓ આજથી 40-45 વર્ષ અગાઉ ભાજપને બેઠો કરવામાં અગ્રેસર હતા. તેમાં ટી એમ પણ એક હતા.

તેઓ જિલ્લા ભાજપના પ્રમુખ રહેવા ઉપરાંત પક્ષના શિસ્ત સમિતિના ચેરમેન સહિત પક્ષમાં અનેક હોદ્દા સાંભળ્યા હતા. ભાજપની ટીકીટ ઉપર અનેક વખત નવસારી પાલિકામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા અને વિપક્ષી નેતા પણ બન્યા હતા. નવસારી પીપલ્સ બેંકના ડિરેકટર તરીકે ચૂંટાઈ બેંકના ચેરમેન પણ બન્યા હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા અને એક સારા એડવોકેટ તરીકે પણ જાણીતા હતા. અનાવિલ સમાજની સ્થાપના ટાણે સમાજના સંગઠનમાં પણ સક્રિય રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...