પૂરના પાણી ઓસર્યા:નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરતા લોકોએ ઘરની સાફ-સફાઈ શરૂ કરી, દુકાનોના શટર ઊંચા થયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જળસ્તર નીચે ઉતરતા લોકોએ દૂધ અને નાસ્તા લેવા પહોંચ્યા.
  • કેટલાક વિસ્તારોમાં તંત્રની મદદ પહોંચી શકી નહીં તેવી હૈયાવરાળ સ્થાનિકો

નવસારી શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે. તેને લઈને લોકોએ ઘરની સાફ-સફાઈ કરવાની શરૂઆત કરી છે તો દુકાનદારોએ 48 કલાક બાદ શટર ઉંચા કર્યા છે વાત કરીએ શાંતાદેવી ગધેવાન ગલીની તો ત્યાં લોકો હજીએ જીવના જોખમે પાણીમાંથી પસાર થઈને ઘરની સાફ-સફાઈ કરી રહ્યા છે તો કેટલાક લોકો બાળકો માટે દૂધ નાસ્તા ની વ્યવસ્થા કરી કરવા માટે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.તો શાંતાદેવી વિસ્તારમાં લોકોએ મહામુસિબ સાથે દુકાન અને ઘર માંથી કીચડ સાફ કરવાની શરૂઆત કરી છે.

પૂરના પાણીથી ઘરની સાફસફાઇ શરૂ કરી
ગધેવાન ગલીમાં હજીએ પાણીના સ્તર નીચે ઉતારીયા નથી ત્યાં લોકો કેળ સમા પાણીમાં થી પસાર થઈને પોતાના પરિવાર માટે નાસ્તા ભોજન ની વ્યવસ્થા કરવા માટે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.તો સ્થાનિકોએ પોતાના ઘર પાસે ભરાયેલા પૂરના પાણીથી જ ઘરની સાફસફાઇ શરૂ કરી છે.

તંત્રની મદદ પહોંચી શકી નહિ
નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં તંત્ર પહોંચી શક્યું નથી તેવી વાત સ્થાનિકો કરી રહ્યા છે ભગવાન ભરોસે તેઓ જીવન જીવી ને નાસ્તા પાણીની વ્યવસ્થા જાતે જ કરી રહ્યા છે તેવું તેઓ જણાવી રહ્યા છે સાથે જ ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર એ પણ તમામ વિસ્તારોમાં ફૂટ પેકેટ પહોંચાડવાના દાવા કર્યા હતા.ગધેવાન ગલીમાં રહેતા સ્થાનિક ઇકબાલના જણાવ્યા મુજબ તેઓ વહેલી સવારે બાળકો માટે દૂધ અને નાસ્તાના પેકેટ લેવા માટે ગયા હતા તંત્ર દ્વારા મદદ મળી નથી તેવી હૈયાવરાળ ઠાલવી હતી

અન્ય સમાચારો પણ છે...