તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ખેરગામના વાડમાં 1690 ઘરોને પીવાનું શુદ્ધ પાણી ઘરબેઠાં મળશે

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરસીયા ફળિયાની કેન્દ્ર સરકારની ટીમે મુલાકાત લીધી

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ સરસીયા ફળિયામાં વાસ્મો દ્વારા કરાયેલી કામગીરીની મુલાકાત કેન્દ્ર સરકારની ટીમે મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે યુનિટ મેનેજર અને કાર્યપાલક ઇજનરે એન.એસ.પટેલીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 15મી ઓગસ્ટ 2019થી જળ જીવન મિશન યોજનાને અમલી બનાવી છે. વર્ષ 2024 સુધીમાં ઘરઆંગણે પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટેનું આયોજન કેન્દ્ર સરકારે કર્યુ છે. ગુજરાતમાં સરકાર વર્ષ 2022 સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાં નલ સે જલ યોજનાને સાકાર કરવા આગળ વધી રહી છે. આ અવસરે તેમણે કહ્યું હતું કે, રૂ. 86 લાખના ખર્ચે વાડ ગામની યોજનાને મંજૂર કરવામાં આવી છે. જેનાથી 1690 ઘરોને પીવાનું શુદ્ધ પાણી ઘરબેઠાં મળશે. આ યોજના સાકાર થયા બાદ તેનું વ્યવસ્થાપન પાણી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રિય ટીમના સભ્યોએ વાડ ગામના લોકોના મંતવ્યો મેળવ્યા હતા તેમજ વાસ્મો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની વિગતો મેળવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રની ટીમના જીતેન્દ્રભાઇ પટેલ, મેહુલભાઇ, નવીનભાઇ, કાથાભાઇ, વાસ્મોના સંયોજક પ્રતિકભાઇ પટેલ, સરપંચ ચંદ્રકાતભાઇ, અગ્રણી કરસનભાઇ સહિતના પદાધિકારીઓ, પાણી સમિતિના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો