બેલેટ પેપરોમાં ગોટાળો:નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન છબરડા થતાં હોબાળો

નવસારીએક મહિનો પહેલા
  • વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠના બેલેટ પેપરો અદલા બદલી થતાં હોબાળો થયો
  • છબરડાની જાણ ઉમેદવારોને થતાં ચૂંટણી પ્રક્રિયા અટકાવવાની માંગ કરાઈ

નવસારી જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે આજે રવિવારે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં 273 ગ્રામ પંચાયતોમાં 259 સરપંચો અને 1589 વોર્ડમાં સભ્યોની ચૂંટણી માટે 756 મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેવામાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન છબરડા જોવા મળ્યા હતા. જેમાં વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠના બેલેટ પેપરો અદલા બદલી થતાં હોબાળો થયો હતો.

જિલ્લામાં આજે સવારથી જ ચૂંટણી પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. મતદારોનો ઘસારો દરેક મથકો પર જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન છબરડા થયા હતા. જેમાં વોર્ડ નંબર સાતના બેલેટ પેપર વોર્ડ નંબર આઠના મતદારોને આપવામાં આવ્યા હતા અને વોર્ડ નંબર આઠના બેલેટ પેપર વોર્ડ નંબર સાતના મતદારોને અપાતા વિવાદ થયો હતો. જો કે આ છબરડાની જાણ ઉમેદવારોને થતાં તેમણે ચૂંટણી પ્રક્રિયા અટકાવવાની માંગ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...