ઢોરનો ત્રાસ:કબીલપોરમાં રખડતા ઢોરનો ત્રાસ, મોપેડને અડફેટે લેતા મહિલાને ઇજા

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પ્રમુખ અને માયનોરના અધિકારી સામે ગ્રામ્ય પોલીસમાં અરજી

કબીલપોરની એક સોસાયટીમાં મોપેડ પર જતી અનાવિલ મહિલાને રખડતા ઢોરે અડફેટે લીધી હતી. જેને પગલે મહિલાને ઇજા થઇ હતી અને મોપેડને પણ નુકસાન થયું હતું. ભોગ બનનાર મહિલાએ ગ્રામ્ય પોલીસમાં અરજી આપી ઢોરના માલિક અને પાલિકાના પ્રમુખ સહિતનાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેને લઈ પાલિકાએ છેલ્લા ત્રણ દિવસમાં 30 ઢોર પકડીને ખડસુપા પાંજરાપોળમાં મોકલ્યા હતા. નવસારી-વિજલપોરમાં સમાવિષ્ટ કબીલપોરની એક સોસાયટીમાં અનાવિલ મહિલા રહે છે. આ મહિલા મોપેડ પર જતી હતી ત્યારે સોસાયટીમાં આવેલા રખડતા ઢોરે તેને અડફેટે લીધી હતી.

ઢોરે અડફેટે લેતા મહિલાને ઈજા પહોંચી હતી. આ બનાવમાં મોપેડને પણ નુકસાન પહોંચ્યું હતું. આ બનાવની મહિલાએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અરજી આપી હતી. અરજીમાં પાલિકાના પ્રમુખ જીગીશ શાહ અને માયનોર વિભાગના અધિકારી સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેને પગલે પાલિકા દ્વારા સોમવારથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ 3 દિવસમાં 30 ઢોર પકડી પાંજરાપોળમાં મોકલ્યા હોવાની માહિતી સાંપડી છે.

3 દિવસથી ઢોર પકડવાની કામગીરી ચાલુ છે
નવસારી પાલિકા દ્વારા છેલ્લાં 3 દિવસથી ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 30 ઢોરને પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે. > ઝાકીરભાઈ શેખ, માયનોર વિભાગ, નવસારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...