તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જલાલપોરમાં જુગાર રમી રહેલા 8 શખ્સો પોણા ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ, મોટર સાયકલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો

નવસારી જિલ્લાની જલાલપોલ પોલીસે શ્રાવણિયો જુગાર રમી રહેલા 8 શખ્સોને પોણા ત્રણ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જલાલપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તમને આટ ગામ ડુંગરા ફળિયા તળાવકિનારે ખુલ્લી જગ્યામાં 8 ઈસમો ગોળ કુંડાળુ વાળી ગંજીપાના વડે તીન પત્તીના પૈસા ના હારજીતનો જુગાર રમતા હોય તેવી બાતમી મળી હતી, જેને લઇને રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી પણ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

જેમાં (1)ઉમંગ દયાળજીભાઈ ગંગાણી(2)મનીષભાઈ કોલીયા(3)પરેશભાઈ અમરસિંહ ચૌહાણ(4)ખોડાલાલ અમરસી ટાંક(5)અલ્પેશભાઈ ગોપાલભાઈ રાઠોડ(6)રાજેશભાઈ અમરસિંહ ચૌહાણ(7)અનુજભાઈ કિશોરભાઈ ચોટલીયા(8)નરોત્તમભાઈ હેમરાજભાઈ ગોહિલ નામના વ્યકિતઓ જુગાર રમતા ઝડપાયા હતા.

પોલીસે ઘટનાસ્તળ પરથી મોબાઈલ મોટરસાયકલ અને રોકડ મળી કુલ 2 લાખ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કારદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...