તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયુક્તિ:ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનમાં ડૉ. મયુર પટેલની સતત ત્રીજી વાર વરણી

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનની સામાન્ય સભા ઝૂમ મીટીંગ દ્વારા ઓન લાઈન મળી હતી. જેમાં ગુજરાત રાજ્ય અને નવસારી જીલ્લાના વિવિધ રમત ગમત મંડળોમાં જોડાયેલા અને નારણ લાલ કોલેજ, નવસારી ખાતે શારીરિક શિક્ષણ ના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. મયુર પટેલ ની ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશન માં સતત ત્રીજી વખત કારોબારી સમિતિ ના સભ્ય તરીકે ચાર વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી દરમ્યાન ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ જજ સુંદરરાજન શાહ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના નિરિક્ષક તરીકે સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના જનરલ સેક્રેટરી મોનાલ ચોક્સી હાજર રહ્યા હતા.

ડૉ. મયુર પટેલની સતત ત્રીજી વખત નિમણુંક થતા, નવસારી જીલ્લા માટે ગૌરવની બાબત છે. જે બદલ ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી, વીરેન્દ્ર નાણાવટી, મંત્રી ઇન્દ્રવદન નાણાવટી અને નવસારી ડીસ્ટ્રીક સ્પોર્ટ્સ એસો. ના બોમી જાગીરદાર, ડૉ. રૂસ્તમ સદરી, ડૉ. ભાવેશ દેવતા, ફરેદુન મિરઝા, સભ્યો અને રમત ગમત પ્રેમીઓએ ડૉ. મયુર પટેલ ને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...