તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઘેલખડીમાં ભારતીય પોપટને પાંજરે પૂરનારાની વન વિભાગે ધરપકડ કરી

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7 જગ્યાએ 12 પોપટ પાંજરે પૂરી રાખવામાં આવ્યા હતા

નવસારી જિલ્લા વન વિભાગની ટીમે ભારતીય પોપટને બચાવવા માટે બાતમીના આધારે જલાલપોર વિસ્તારના ઘેલખડી વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં અલગ-અલગ 7 ઘરોમાંથી લોખંડના 7 પાંજરામાં 12 ભારતીય પોપટને પાંજરામાં પુરી રાખવાની બાબત સામે આવી હતી. વન વિભાગના કાયદા મુજબ ભારતીય પોપટને પાંજરે પુરી રાખવાએ ગુનાહપાત્ર છે. વન વિભાગે બાતમીના આધારે અલગ-અલગ સાત જગ્યાએ રેડ કરીને 12 જેટલા ભારતીય પોપટને કબ્જે કર્યા હતા.

આ સાથે જ પોપટને પાંજરે પુરી રાખનાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા દરેક પર વન વિભાગના કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત વન વિભાગ દ્વારા જણાવાઇ છે. વન વિભાગે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-1972ની કલમ મુજબ ગુનોહ નોંધવામાં આવ્યો છે. પોપટ ઉડી ન શકે તેવી રીતે તેમની પાંખ પણ કાપી નાખવામાં આવી છે. પોપટને સારવાર અર્થે કલરવ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે અને સંપુર્ણ સારવાર થઇ ગયા બાદ જ તેમને છોડવાની પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો