તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ગણદેવીમાં કોંગ્રેસે મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું, વાસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ કાર્યક્રમમાં આગેવાની લીધી

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

પ્રદેશ કોંગ્રેસમાંથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સંગઠનના સભ્યોને ભાવ વધારો બેરોજગારી ભ્રષ્ટાચાર સહિતના સળગતા મુદ્દા ઉપર વિરોધ પ્રદર્શન કરવાના આદેશ મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં મુખ્ય બજાર,પેટ્રોલ પંપ ચાર રસ્તા પર સંગઠનના સભ્યો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગની કમર તૂટી ગયા હોવાને કારણે બેનર પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ દરેક વસ્તુમાં વધેલા ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે જેને લઇને પણ રાજ્ય સરકારને ઘેરવામાં આવી હતી.કોંગ્રેસ સંગઠનના આગેવાનો સહિત વાસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ કાર્યક્રમમાં આગેવાની લીધી હતી. સાથે જ આ મોંઘવારીમાં મહિલાઓનું ઘરનું બજેટ ખોરવાયુ છે, ત્યારે કાર્યક્રમમાં સંગઠનની માત્ર પાંચ મહિલાઓ હાજર રહી હતી.

જે સંગઠનમાં મહિલા સભ્ય ઓછી હોવા તરફ ઈશારો કરે છે.આ વિરોધ પ્રદર્શનમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ફાલ્ગુની પટેલ, પ્રદેશ સમિતિના આગેવાન ગોવિંદ પટેલ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

અન્ય સમાચારો પણ છે...