ગણદેવી તાલુકાના એક ગામે રહેતા 60 વર્ષીય આધેડે શનિવારે પાડોશમાં રહેતી આઠ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેને લઈ આધેડ વિરૂદ્ધ પોક્સો કલમ હેઠળ બીલીમોરામાં ફરિયાદ નોંધાઈ છે.
ગણદેવીના એક ગામે આઠ વર્ષની બાળકી અન્ય બાળકી સાથે ઘર પાસે એક રિક્ષામાં રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા આધેડે બન્ને બાળકીઓને ઘરે ચેકઅપ કરવાનું છુ અને ખાવા માટે બોર આપું તેવી વાત કહીને ઘરે લઈ ગયો હતો. જેમાં અન્ય બાળકી ઘરે ભાગી ગઈ હતી. જોકે, આધેડે ફરિયાદીની દીકરીના કપડાં કાઢીને ગુપ્તાંગના ભાગે શારીરિક અડપલાં કર્યા હતા. જેથી ઘરે આવીને બીજા દિવસે બાળકીએ સમગ્ર હકીકત પોતાની માતને કહેતા પરિવારે સમગ્ર મામલે બિલ્લીમોરા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. પોલીસે જાતીય ગુનાઓમાં બાળકોને રક્ષણ આપતો પોક્સો એક્ટ અધિનિયમ હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે.
નાની બાળકીઓને શારીરિક અડપલા કે દુષ્કર્મ કરવામાં સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે. જેને લઇને સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આવા પ્રકારના બનાવો છાશવારે સામે આવતા હોય છે ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એક ગામે પણ કંઇક આવા જ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. જેમાં 60 વર્ષીય કાળીદાસ પટેલ કે જેની બે પુત્રી અને પુત્ર છે અને તેમના પુત્રના પણ લગ્ન થઇ ગયા બાદ તેમને નાના બાળકો છે એટલે આરોપી દાદા હોવા છતાં પણ પોતાની પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક અડપલાં કરતાં સમગ્ર પ્રકરણ નવસારી જિલ્લામાંમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
આ સમગ્ર મામલે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.બ્રહ્મભટ્ટને તપાસ સોંપવામાં આવી છે. આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બાળકીએ સમયસૂચકતા વાપરીને આરોપીના ઘરમાંથી નાસી છુટી હતી. જેથી દુષ્કર્મની ઘટના ટળી હતી. પરંતુ આવી હલકી માનસિકતા ધરાવતાં તત્વો વિરુદ્ધ બીલીમોરા શહેરમાં ફીટકારની લાગણી વરસી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.