• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Ganadevi, Youths Were Expelled From The Society For Reporting On Child Marriage, Agitated Youths Attacked The President Of The Society.

શાસક પક્ષના નેતા પર જીવલેણ હુમલો:ગણદેવીમાં યુવકોએ બાળલગ્ન અંગેની બાતમી આપતાં સમાજમાંથી કાઢી મૂકાયાં, ઉશ્કેરાયેલા યુવકોએ સમાજના પ્રમુખ પર હુમલો કર્યો

નવસારી5 મહિનો પહેલા
  • યુવકોએ નવસારીમાં થતા એક બાળલગ્ન અટકાવવા માટે બાતમી આપી હતી
  • યુવાનોને સમાજમાંથી બહાર કાઢવાનો નિર્ણય સમાજના પ્રમુખ હરીશ ઓડની આગેવાનીમાં લેવાયો હતો
  • ગણદેવી પોલીસે કુલ પાંચ આરોપીઓની શોધખોળ શરૂ કરી

ગણદેવીમાં ગઈકાલે બીલીમોરા નગરપાલિકાના શાસક પક્ષના નેતા હરીશ ઓડ પર થયેલા જીવલેણ હુમલાને લઈને પગલે ગણદેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં ઓડ સમાજના પાંચ યુવાનોના નામ સામે આવ્યા છે. નોંધનીય છે કે આ પાંચ પૈકી બે યુવાનોએ નવસારીમાં થતા એક બાળલગ્ન અટકાવવા માટે પોલીસને અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને બાતમી આપી હતી. જેથી બાળલગ્ન અટકી જતાં આ બેઉ યુવાનને સમાજના પ્રમુખની આગેવાનીમાં સમાજની બહાર મૂકવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને પગલે ઉશ્કેરાઈને યુવકોએ આ પગલું ભર્યુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

શું હતો મામલો ?

1લી ફેબ્રુઆરીના દિવસે નવસારીના લેઉવા પટેલ સમાજની વાડીમાં બાળલગ્ન થઈ રહ્યા હતા. નવસારીના બંદર રોડ વિસ્તારના રહેવાસી અને ઓડ સમાજના 25 વર્ષિય યુવક સાથે ઓડ સમાજની જ 17 વર્ષિય યુવતીના બાળલગ્ન આયોજિત થયા હતા. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી સાથે પોલીસે સમયસૂચકતા દાખવીને કિશોરીના ગેરકાયદેસર લગ્ન થતા અટકાવ્યા હતા. જેમાં બાળલગ્નની બાતમી હિરેન ઓડ અને ભાવેશ ઓડે આપી હોવાની વાત સામે આવી હતી. જેથી બંને પરિવારોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જેથી આ બંને યુવાનોને સમાજ માટે ખતરારૂપ માની સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરીને યુવાનોને સમાજમાંથી બહાર કાઢવાનો અને કોઈપણ કાર્યમાં ન બોલાવવાનો નિર્ણય સમાજના પ્રમુખ હરીશ ઓડની આગેવાનીમાં થયો હતો.

જેથી આ નિર્ણયથી ઉશ્કેરાયેલા યુવાનોએ સમાજમાંથી બહાર કાઢવા બાબતે અને ધંધાદારી ભાગીદારીની જૂની અદાવત રાખી પ્રમુખને સબક શીખવાડવા માટે ગણદેવી ચાર રસ્તા પાસે હરીશ ઓડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેના પગલે ગણદેવી પોલીસે કુલ પાંચ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...