તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દાંતી ગામે ONGCની લાઇન નજીક ઝાડીઝાંખરામાં ફરી આગ ભભૂકી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારી અને ઓએનજીસીનો ફાયર સ્ટાફ આગ બુઝાવવા દોડી ગયો

નવસારી જિલ્લાના મરોલી પંથકમાં બે દિવસ અગાઉ દાંતી ગામની પડતર જમીનમાં અગમ્ય કારણસર એકાએક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ગ્રામજનોએ જાતે જ આગને ઠારવાના પ્રયત્નો કર્યા હતા. ગામમાં આગ ન પ્રસરે તે અંગે ફાયર ફાઇટરને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. આગ લાગવાથી મુખ્ય ભય છે કે, જે જગ્યાએ આગ લાગી છે ત્યાંથી ઓએનજીસીની લાઇન પસાર થઇ રહી છે અને જો આ વિકરાળ આગ ઓએનજીસી વાલ સ્ટેશનમાં લાગે તો સમગ્ર મરોલી પંથકમાં મોટી ઘટના બની શકે છે.

મરોલીમાં કોઇ ફાયર સ્ટેશન ન હોવાને કારણે પંથકના લોકોએ નવસારીથી ફાયર ફાયટર્સની ટીમ બોલાવવી પડે છે. જેના કારણે સમયમાં ઘણો વિલંબ થાય છે અને મોટી નુકશાની વેઠવાનો વારો આવે છે. નવસારીની ફાયર ટીમ ગણદેવીમાં લાગેલી આગને કાબૂ મેળવવાની કામગીરીમાં લાગી હતી જેના માટે સમયસર ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી. જોકે ઘટનાની જાણ થતા જ હજીરા ઓેએનજીસીની ફાયર ટીમ આવી પહોંચી હતી અને આગને કાબૂ લેવાની પ્રક્રિયા હાથ ઘરી હતી.

મોડી રાત્રે નવસારી ફાયરની 2 ટીમ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે ઓએનજીસીની ફાયર ટીમ રાત્રિ દરમિયાન ત્યાં રોકાઇ હતી પણ કોઇ ઘટના બની ન હતી. જોકે સવારે તેમના જતા જ ફરી આગ ભભૂકી ઉઠી હતી. જેને ફરીથી કાબુમાં લેવા માટે નવસારી ફાયર અને ઓએનજીસી ફાયરની ટીમે પ્રયત્નો કરી આગને કાબુમાં લીધી હતી. ઉલ્લેખનિય છે કે, હાલમાં આગ પર કાબુ તો મેળવી લેવાયો છે, પણ જો આગ ફરીથી ભભૂકશે અને સમયસર કાબુમાં લેવામાં ન આવશે તો મોટી ઘટના બની શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો