તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસને ફટકો:ડાંગમાં કોંગ્રેસના બાહુબલી ગણાતા હરીશ બચ્છાવે ભાજપનો ખેસ ધારણ કર્યો, 200થી વધુ કાર્યકરો જોડાયા

ડાંગ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વઘઇ તાલુકાના પૂર્વ પ્રમુખ લલિતાબેન સહિતના કાર્યકરોના કોંગ્રેસને રામરામ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ચૂક્યો છે તેવામાં ડાંગ કોંગ્રેસના બાહુબલી ગણાતા હરીશ બચ્છાવ ભાજપમાં જોડાતા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. હરીશ બચ્છાવ સાથે વઘઇ તાલુકાના પૂર્વ પ્રમુખ લલિતાબેન સહિત 4 જેટલા ગામોના 200થી વધુ કાર્યકર્તાઓએ મંત્રી ગણપત વસાવના હસ્તે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને રામરામ કરી દીધા છે.કોંગ્રેસ પાર્ટીની રાજ્યમાં સૌથી મજબૂત પકડ ધરવાતા ડાંગ જિલ્લાના એક બાદ એક મોટા નેતા ભાજપમાં જોડાતા હવે ડાંગ જિલ્લો કોંગ્રેસ મુક્ત બનવાની તૈયારીમાં છે. એક પછી એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસમાં રહી વિરોધ પક્ષના મજબૂત નેતા તરીકેની ભૂમિકા ભજવનાર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરીશ બચ્છાવ જેમને કોંગ્રેસના બાહુબલી તરીકે ઓળખવામાં આવે છે. તેમની સાથે વઘઇ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીત પણ આજે ભાજપમાં જોડાઇ ગયા છે.

આ ઉપરાંત વઘઇ તાલુકા કોંગ્રેસના 4 ગામોના સક્રિય અને પાયાના 200થી વધુ કાર્યકરો પણ કોંગ્રેસને રામ રામ કરી ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા છે. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત બાદ એક પછી એક કોંગ્રેસના નેતાઓ સહિત હજારો કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસનો ગઢ ગણાતો ડાંગ જિલ્લો કોંગ્રેસ મુક્ત બનવાની તૈયારીમાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો