તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં, આજે નવા 4 કેસ સામે 3 દર્દી ડીસ્ચાર્જ થયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 38 થઈ છેલ્લા 16 દિવસમાં એકપણ મોત નહીં

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં છેલ્લા 16 દિવસથી કોરોનાથી એક પણ મોત થયું નથી. નવસારી જિલ્લામાં સતત કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે માત્ર કેસ 4 નોંધાયા છે. તથા 3 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. નવસારી જિલ્લામાં કોરોના કેસમાં તબક્કાવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જે જિલ્લા માટે સુખદ સમાચાર કહી શકાય છે. સાથે જ જિલ્લામાં છેલ્લા 16 દિવસથી કોરોનાથી એક પણ મોત થયું નથી જેને લઈને જિલ્લો ફરીવાર પોતાના મુખ્યધારામાં પ્રવેશી કરશે. ટોટલ પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 7133 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. ટોટલ ડિસ્ચાર્જ કેસની વાત કરવામાં આવે તો 6906 જેટલા લોકો સાજા થયા છે. કુલ મૃત્યુ આંક 189 પર પહોંચ્યો છે. તો તેની સામે એક્ટિવ કેસની સંખ્યા 38 પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...