તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં, આજે નવા 2 કેસ સામે 2 દર્દી ડીસ્ચાર્જ થયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 23 થઈ

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નવસારી જિલ્લામાં સતત કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે માત્ર કેસ 2 નોંધાયા છે. તથા 2લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. નવસારી જિલ્લામાં કોરોના કેસમાં તબક્કાવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જે જિલ્લા માટે સુખદ સમાચાર કહી શકાય છે. સાથે જ જિલ્લામાં અનેક દિવસોથી કોરોનાથી એક પણ મોત ન થયાનો રેકોર્ડ બરકરાર રહ્યો છે જિલ્લો ફરીવાર પોતાના મુખ્યધારામાં પ્રવેશી કરશે તેવી સ્થિતિ ઉભી થઇ છે ટોટલ પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 7152 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. ટોટલ ડિસ્ચાર્જ કેસની વાત કરવામાં આવે તો 6938 જેટલા લોકો સાજા થયા છે. કુલ મૃત્યુ આંક 191 પર પહોંચ્યો છે. તો તેની સામે એક્ટિવ કેસની સંખ્યા 23 પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...