તૈયારીઓનો ધમધમાટ શરૂ:ચીખલીના ખુડવેલમાં સંભવિત 10મી જૂને PMના કાર્યક્રમને લઇને વહીવટી તંત્રે કામગીરી આરંભી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 10મી જૂને સંભવિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનમેદનીને સંબોધશે

નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આગામી 10મી જૂને સંભવિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ સંખ્યામાં જનમેદનીને સંબોધશે અને વિવિધ યોજનાઓ અંતર્ગત તેમને અવગત કરાવશે. સાથે જ અનેક લોકાર્પણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો પણ આયોજિત થયા છે. જેને લઇને તંત્રએ ખુડવેલ ખાતે સચિવોની ટીમ અને એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિકારીઓએ કલેકટરની આગેવાનીમાં કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવિત 10ની જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાં વિશાળ સંખ્યામાં PM લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમને લઈને પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય ત્રિવેદી કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, કમિશ્નર મહિલા અને બાળ વિકાસ કે.કે.નિરાલા, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય સહિત ગાંધીનગર તેમજ સ્થાનિક વરિષ્ઠ અધિકારીઓએ ખુડવેલ સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થળ પર જ બેઠક કરી ઉપયોગી માહિતી તેમજ જરૂરી વ્યવસ્થાની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં સચિવો અને કલેક્ટર બેઠક વ્યવસ્થા પરિવહન પાર્કિંગ હેલીપેડ સ્થળ અને કોની કામગીરી તથા ઉપસ્થિત રહેનાર લોકો માટે સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મેડિકલ ટીમ ઇન્ટરનેટની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત સમગ્ર કાર્યક્રમના આયોજન અર્થે અન્ય અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. સ્થળ મુલાકાત બાદ નવસારી જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં સચિવો સહિત વરિષ્ઠ અધિકારીઓ તથા નવસારી જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ હાજર રહેલા સંભવિત કાર્યક્રમના સુચારું આયોજન અંગે સંબંધિત મુદ્દાઓ સાથે વિગતવાર તૈયારીઓ શરૂ કરી છે.

નવસારી જિલ્લામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી શકે છે તેવા સમાચાર વહેતા થયા છે, જેને લઇને પણ તંત્ર તેમના આગમનને લઇને રૂટ તેમજ કોનવોયની વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...