તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Chikhali Taluka, Near The Narrow Gauge Railway Line, Due To The Grace Of The System, Careless Excavation In The Quarry Can Lead To A Serious Accident!

બેદરકારી:ચીખલી તાલુકામાં નેરોગેજ રેલવે લાઇન પાસે તંત્રની કૃપા દ્રષ્ટિથી ક્વોરીમાં બેફામ ખોદકામ ગંભીર દુર્ઘટના નોતરી શકે છે!

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે ટ્રેક - Divya Bhaskar
રેલવે ટ્રેક

નવસારી જિલ્લામાં તંત્રની રહેમદ્રષ્ટિ નીચે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. રેતીખનન મામલે મંગળવારે લાંચ કેસમાં કલેક્ટર કચેરીના 4 કર્મચારી ઝડપાયા છે ત્યારે બીલીમોરા-વઘઇ નેરોગેજ રેલવે લાઇન કે જે ચીખલી તાલુકાના ગામોમાંથી પસાર થાય છે ત્યાં રેલવેની ગાઈડલાઈનનો ભંગ કરીને રેલવે લાઈનને અડીને જ ક્વોરી ઉદ્યોગ ધમધમી રહ્યો છે.

તંત્રે રેલવે લાઇનની આજુબાજુ જ બેફામ ખોદકામ કરનારા કહેવાતા ઉદ્યોગો સામે પરવાનગીની શરતોના ભંગ બદલ ક્યારેય કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. રેલવે લાઇન નજીક જ આવેલી ક્વોરીઓ ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે છે. અહીં ક્વોરીને મંજૂરી કેવી રીતે અપાય તે પ્રશ્ન પણ અકળાવનારો છે, સ્થળ તસવીર અને ગુગલ તસવીર રેલવે ટ્રેક પાસે ધમધમતી ક્વોરીનો બોલતો પુરાવો છે, ત્યારે આ બાબતે તંત્રના અધિકારીઓ ક્યારે ગંભીરતા દાખવશે તે જોવું રહ્યું !

અન્ય સમાચારો પણ છે...