તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજીવનીરૂપ સેવા:એપ્રિલમાં 24 કલાક દોડતી રહેલી 108એ 2492 દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યાં

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં 108ની ટીમ લોકો માટે દેવદૂત બનીને કામ કરી રહીં છે

નવસારી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણે લોકોને ઘમરોળી નાખ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે રેકોર્ડબ્રેડ વધારો નોંધાયો છે. કોરોના પોઝીટીવ દર્દીઓને પુરતી સારવાર આપી જીવાડવા તંત્ર દિવસ-રાત કરીને કામે લાગ્યું છે. મેડિકલ અને પેરા મેડિકલનો સ્ટાફ કોરોના સામે બાથ ભીડીને લડાઈ લડી રહ્યા છે. તો તેની સાથે સાથે 108 એમ્બ્યુલન્સ વિભાગ પણ કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે દેવદૂત બનીને સેવા આપી રહ્યાં છે.

કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલ ખાતે પહોંચાડવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જિલ્લામાં એપ્રિલ મહિનામાં કુલ 2492 દર્દીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ તથા કોવિડ કેર સેન્ટર સુધી પહોંચાડવામાં દેવદૂત સાબિત થયા. આ કામગીરીમાં જિલ્લાના 75 કર્મીઓ પોતાની અવિરત કામગીરી કરીને લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઇ રહ્યાં છે.

31 પાયલોટ, 35 પેરામેડિકલ અને 9 કેપ્ટન મારફતે જિલ્લામાં 1284 કોરોના પોઝીટીવ દર્દીઓને ઇમરજન્સિમાં હોસ્પિટલ પહોંચાડ્યા છે, આ દરેક દર્દીઓની તથા તેમના પરિજનોની જ દુવા હશે કે 108ની ટીમમાંથી ગતમાસમાં કોઇને કોરોના અડી પણ નથી શક્યો. નવસારીમાં દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. તમામ મેડિકલ ઇકવીપમેન્ટથી સજ્જ આ એમ્બ્યુલન્સ મારફતે હાલમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓને ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી રહી છે.

જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં પહોંચાડવાની આ કામગીરી દરમિયાન 108 એમ્બ્યુલન્સના પાયલોટ તરીકે જિલ્લામાં ફરજ બજાવતા એકપણ કર્મી સંક્રમિત થયા નથી. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત લોકસેવામાં કાર્યરત એવા 108ની ટીમના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.

અન્ય સમાચારો પણ છે...