રાહત:એક જ દિવસમાં પેટ્રોલમાં રૂપિયા 11.53, ડીઝલમાં 16.96નો ઘટાડો

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં ગુરૂવારે ડીઝલનો ભાવ તો 90ની નીચે ગયો

નવસારીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે મહિનાઓ બાદ વાહનચાલકોને ગુરૂવારે ખુશી મળી હતી. ગુરૂવારે શહેરના પેટ્રોલપંપો ઉપર પેટ્રોલનો ભાવ રૂ. 95.24 અને ડીઝલનો ભાવ રૂ 89.26 મુકાયો હતો. આખા દેશની જેમ નવસારી પણ ઘણાં સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે દાઝ્યું હતું. 3 નવેમ્બરે પેટ્રોલનો ભાવ લિટરે રૂ. 106.77 અને ડીઝલનો ભાવ રૂ. 106.23 હતો. આમજનતામાં બુમરાણ હતી. જોકે બુધવારે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતમાં મોટી રાહત આપતા લોકોની મુશ્કેલી નવા વર્ષમાં ઘટવાની આશા ઉભી થઈ છે.

ગુરૂવારે નવસારીમાં પેટ્રોલનો ભાવ પંપો ઉપર ઘટીને રૂ. 95.24 અને ડીઝલનો ભાવ ઘટીને રૂ. 89.26 મુકાયો હતો. માત્ર સાદા પેટ્રોલ-ડીઝલ જ નહીં મોઘા ગણાતા પ્રિમિયમ પેટ્રોલ-ડીઝલનો ભાવ પણ ઘટી ગયો હતો. એક જ દિવસમાં પ્રિમિયમ પેટ્રોલનો ભાવ 110.22થી 98.80 રૂપિયા અને પ્રિમિયમ ડીઝલનો ભાવ 109.59 રૂપિયાથી ઘટીને 92.46 રૂપિયા થઈ ગયો હતો. ગુરૂવારે સવારે પંપો ઉપર વાહનચાલકોની સંખ્યા પણ વધેલી જોવા મળી હતી. લોકોના મોં ઉપર દિવસો બાદ ખુશી પણ જણાઈ હતી.

છેલ્લા ઘણા લાંબા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધી રહેલો ભાવ સરકાર માટે પણ મુશ્કેલી સર્જી શકે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. કારણ કે આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ પણ બનશે એવા સંજોગોમાં લોકોની પડખે રહેવાની જગ્યાએ સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ લોકો સરકારથી વિમુખ થવાની શક્યતા પણ જણાતી હતી.

ખાસ કરીને તાજેતરમાંજ યોજાયેલા પેટા ચૂંટણીના પરિણામોને લઇ ભારે ઉથલપાથલ થઇ હતી. જેને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. જેને લઇ વાહનચાલકોએ પણ થોડે ઘણે અંશે રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...