તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નગરપાલિકામાં ભેળવી દેવાયેલ નવસારી નજીકના 8 ગામનું વેરા માળખું પણ બદલાશે. હાલ સુધી જે વાર્ષિક ભાડા ઉપર આકારની કરી વેરો વસૂલાઇ રહ્યો છે તેની જગ્યાએ નવસારી નગરપાલિકાની જેમ જ એરિયાબેઝ વેરો લેવાશે.
22 જૂને નવસારી નજીક આવેલા 8 ગામ વિરાવળ, ચોવીસી, કબીલપોર, કાલિયાવાડી, છાપરા, તીઘરા, જમાલપોર અને ઇટાળવાને નગરપાલિકા હદમાં ભેળવી દેવાયા હતા. જોકે આ ગામોમાં વસૂલાતા વેરાનું માળખું ચાલુ 2020-21માં બદલી શકાયું નથી અને ચાલુ સાલ પણ આ ગામોમાં અગાઉ જે રીતે વાર્ષિક ભાડા ઉપર આકારની કરી વેરો વસૂલતો હતો તે જ રીતે વસુલાઈ રહ્યો છે. જોકે નવનિર્મિત નવસારી- વિજલપોર નગરપાલિકાએ આ 8 ગામમાં પણ નવસારી નગરપાલિકામાં જે રીતે વેરો વસૂલાઈ રહ્યો છે તે જ સમાન વેરો વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ વેરા સિસ્ટમમાં 8 ગામમાં પણ હવે કાર્પેટ એરિયા મુજબ વેરો વસૂલવામાં આવશે. બીજું કે ઝોન પણ નક્કી કરવામાં આવશે. આ નવા વેરા માળખા અંગે ઠરાવ કરાયો હતો,જે વેરાના નવા દરો નગરપાલિકા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે તે પાલિકાની મુખ્ય કચેરી સહિત 22 જગ્યાએ જોવા મુક્યા છે અને તે માટે 30 દિવસમાં તેના માટે વાંધા સૂચન મંગાવવામાં આવ્યા છે. વાંધાની પ્રક્રિયા બાદ આગામી નિર્ણયો લેવાશે.
અહીં ઉલ્લેખનીય છે કે નવસારી નજીકના નગરપાલિકાની હદ્દમાં સમાવાયેલ 8 ગામોમાં કુલ મિલકતોની સખ્યા અંદાજે 17 થી 20 હજાર જેટલી થાય છે. આ તમામ મિલકતધારકોને નવા વેરા દરની અસર થશે.
નિષ્પક્ષ પણે ‘ઝોન’ નક્કી થશે કે…
નગરપાલિકા હદ વિસ્તારમાં A,B, અને C સમૃદ્ધિના આધારે ઝોન નક્કી થયા બાદ વેરો તે પ્રમાણે ઓછો, વધતો લેવાય છે. નવસારી નગરપાલિકામાં જ્યારે 2008ના અરસામાં ‘ઝોન’ નક્કી થયા ત્યારે વિવાદ થયો હતો. કેટલાક સમૃદ્ધ વિસ્તારને A માંથી ‘B’ ઝોનમાં લઈ જવાતા રાજકીય હસ્તક્ષેપથી આ ઝોન ફેર થયાનો આક્ષેપ થયો હતો. શું 8 ગામમાં નિષ્પક્ષ રીતે ઝોન નક્કી થશે ?
ગટરવેરો, પાણીવેરો ભરવો પડશે
જે ગામડાઓ નગરપાલિકામાં હાલ ભેળવવામાં આવ્યા છે તેમાંના અનેક ગામડામાં ગટરવેરો, પાણી વેરો નથી. હવે નગરપાલિકામાં ભળતા ગટરવેરો અને પાણીવેરો પણ ભરવો પડશે. દીવાબત્તી વેરો પણ નગરપાલિકાએ સૂચવેલ ભરવો પડશે. હાલ નગરપાલિકામાં પાણીવેરો મિલકતધારકોને (પાણી લેતા હોય તો) રૂ. 600 ભરવો પડે છે. દીવાબત્તી રૂ. 100 ભરવો પડે છે.
સમૃદ્ધિના આધારે ‘ઝોન’ નક્કી થશે
નગરપાલિકા 8 ગામોમાં એરિયા બેઝ (ક્ષેત્રફળ મુજબ) વેરા તો નક્કી કરશે, સાથે ઉક્ત ગામોમાં તમામ વિસ્તારમાં વેરાનો માપદંડ સરખો રહેશે નહીં. નગરપાલિકામાં જેમ વિકાસ, સમૃદ્ધિના આધારે ‘A’, ‘B’ અને ‘C’ ઝોન નક્કી કરાયા છે તે રીતે અહીં પણ ઝોન નક્કી થશે. ‘A’ ઝોનમાં વધુ વેરો અને ‘C’ ઝોનમાં પ્રમાણમાં ઓછો વેરો આવશે.
આગામી વર્ષથી અમલીકરણની શક્યતા...
નવસારી, વિજલપોર વિસ્તાર અને 8 ગામો તમામનું વેરામાળખુ અલગ છે. હવે એક જ નગરપાલિકા બની ગઈ હોય એકસમાન વેરો વસૂલાશે, જે સંભવત: 2021-22ના વર્ષથી અમલીકરણ થવાની શક્યતા છે. - દશરથસિંહ ગોહિલ, સીઓ, નવસારી-વિજલપોર પાલિકા
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.