• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In 7 Districts Of South Gujarat, The Winning Science Works Were Presented, With Time, Energy, And The Concept Of Environment Conservation Was Conducted.

વિજ્ઞાન મેળો:દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં વિજેતા થયેલી વિજ્ઞાનની કૃતિઓ રજૂ થઈ, સમય, શક્તિ સાથે પર્યાવરણ જાળવણીના કોન્સેપ્ટ પર આધરીક પ્રયોગો થયા

નવસારી19 દિવસ પહેલા

બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને ખીલવવા નવતર વિષયો સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાતા હોય છે. જેમાં આજે નવસારી ખાતે ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં વિજેતા થયેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અહીં વિજેતા થનાર કૃતિ રાજ્ય કક્ષાએ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના મગજનો ઉપયોગ કરી પોતાની કલ્પના શક્તિ સાથે ગણિત અને વિજ્ઞાનના શૈક્ષણિક માર્ગદર્શન થકી ઇનોવેટીવ પ્રોજેક્ટ બનાવે એવા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે NCERT શાળાઓમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએ વિષયાનુસાર વિજેતા થયેલ પ્રથમ કૃતિઓને ઝોન કક્ષાના પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાંથી 5 અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 5 મળી કુલ 10 કૃતિઓ એક જિલ્લામાંથી, એમ ઝોનના 7 જિલ્લાઓમાંથી 70 કૃતિઓ બે દિવસના પ્રદર્શનમાં નિહાળી શકાશે.

ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અનેક વિષયો પર આધુનિક સમસ્યાઓના અંત માટે વિચારીને પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા છે. જેમાં નવસારીના વાંસદા તાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ લઈ તેને વીજળી ઉત્પન્ન કરવામાં મદદરૂપ બનાવવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. કાર્બન ડાયોક્સાઈડને ગેસમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત કરી, સાંજના કે સવારના સમયે વીજળીની વધુ જરૂરિયાત હોય ત્યારે ફોર્સથી ટરબાઈન પર ફેંકી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો સરસ આઈડિયા રજૂ કર્યો હતો. જે એક વિશાળ બેટરી જેવું કામ કરશે, જ્યારે વીજળીનો વપરાશ વધુ હોય ત્યારે એના ઉપયોગ થકી વીજળી મેળવી શકાશે. તેમજ પર્યાવરણને પણ શુદ્ધ રાખવામાં મોટી મદદ મળશે. આ પ્રોજેક્ટ વ્યવહારુ જીવનમાં સ્થાપવામાં આવે, તો 100 વર્ષની આવરદા આંકવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં ગર્ભિત પ્રતિભાને ખીલવવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન મહત્વનું કામ કરે છે, જેમાંથી જ કોઈ ભવિષ્યનો ગણિતજ્ઞ કે વૈજ્ઞાનિક બનીને ભારતને ગર્વ અપાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...