ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી ગુજકેટની પરીક્ષા નવસારી જિલ્લામાં પણ યોજાઇ હતી. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 19 સેન્ટરોમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું. ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે.ધોરણ 12 સાયન્સમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી માં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાઇ હતી.
અલગ અલગ તબક્કામાં આજે 3 વિષયની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 10થી 12 વાગ્યા સુધી ફીઝીક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા 1થી 2 વાગ્યા સુધી બાયોલોજીની અને 3 થી 4 વાગ્યા સુધી મેથ્સની પરીક્ષા લેવાઇ હતી.રાજ્યમાં કુલ 1.60 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી છે. જેમાં નવસારી જિલ્લામાં 4554 જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષામાં નોંધાયા હતા. જેમાં બાયોલોજીમાં 2926 હાજર, 74 ગેરહાજર કુલ 3000 અને ફિજીકસમાં.4476 હાજર અને 92 ગેરહાજર મળી કુલ 4568 છાત્રોએ પરીક્ષા આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.