તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર:10 વર્ષમાં નવસારીની 3000 મહિલા કિચન ગાર્ડન તરફ વળી

નવસારી2 મહિનો પહેલાલેખક: નીલ નાયક
 • કૉપી લિંક
 • તાજા અને ઝેરી રસાયણો મુક્ત આહાર માટે એકમાત્ર વિકલ્પ કિચન ગાર્ડન, શાકભાજી વેચી આવક પણ મેળવી શકાય

ઝેરી રસાયણ અને ગટરના દુષિત પાણી તથા જંતુનાશક રસાયણોનો ખેતીમાં ઉપયોગ કરતા નવા નવા રોગના ભોગ બનવું પડે છે ત્યારે ઝેરી રસાયણો મુક્ત આહાર માટે હાલના સમયમાં એકમાત્ર વિકલ્પ આપણી પાસે કિચન ગાર્ડન છે. જેનાથી ઘર બેઠા સ્વસ્છ, તાજા અને ખેત રસાયણ અવશેષ મુક્ત શાકભાજી મેળવી તેનો ઉપયોગ કરી શકાય છે. બહેનોમાં આરોગ્યપ્રદ ખોરાકની બાબતે જાગૃતતા લાવવી હોય તો તેમાં કિચન ગાર્ડન ખુબ જ સારો ભાગ ભજવી શકે છે. ગામ હોય કે શહેર લોકો સ્વચ્છ શાકભાજી આરોગીને સ્વસ્થ રહે તે ઉદ્દેશથી નવસારીની કૃષિ યુનિવર્સિટીના કેવીકે વર્ષ 2011-12થી જ કિચન ગાર્ડન માટે તાલીમ અને માર્ગદર્શન આપે છે. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 3,000 પરિવારને કિચન ગાર્ડનની કીટ પ્રેરણારૂપે આપવામાં આવી છે. ઘર આંગણે ઉગાડવામાં આવતા શાકભાજી માટે બજારમાંથી જો છૂટક ખાતર ખરીદવામાં આવે તો ઘણું જ મોઘું પડે તેમજ તેમાંથી જરુરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા ન હોઇ છોડનો વિકાસ બરાબર થતો નથી. જે આપણે ઘરઆંગણે કમ્પોસ્ટ ખાતર બનાવી આપણી જરુરીયાત પુરી કરી શકાય છે.

નવસારીના શહેરી વિસ્તારોમાં ઘરની છત કે બાલ્કનીમાં શાકભાજી ઉગાડવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. કિચન ગાર્ડનના આયોજન દ્વારા ઘરની આસપાસની નકામી જમીન કે વાડાનો સદુપયોગ કરી શકાય છે. ઘરના વપરાશ માટે તાજા, સ્વચ્છ જંતુનાશક દવારહિત અને મનપસંદ શાકભાજી મેળવી શકાય છે. ઘરના વપરાશ ઉપરાંત વધારાના શાકભાજી વેચી વધારાની આવક મેળવી શકાય છે. રોજબરોજની શાકભાજી કિચન ગાર્ડનમાંથી ઉપલબ્ધ થતી હોય ઘરખર્ચ ઘટાડી શકાય છે.

ઋતુ પ્રમાણે કિચન ગાર્ડનનું આયોજન
શિયાળા દરમિયાન ટામેટા, રિંગણ, ગાજર, મૂળા, કોબીજ, ફલાવર, ડુંગળી, તુવેર, લસણ, કોથમીર, પાલક તથા મેથીની ભાજીનું ઉત્પાદન લઈ શકાય તે રીતે આયોજન કરવું. ઉનાળામાં દૂધી, તુરીયા, ગુવારસિંગ, રિંગણ, ચોળી, કારેલા વગેરે લઈ શકાય છે. ચોમાસાની ઋતુમાં રિંગણ, મરચી, પરવળ, કાકડી, ગીલોડા, ગલકા, દૂધી, તુરીયા જેવા પાક મેળવવા આયોજન કરવું.

ખેડૂતો પડતર જમીનનો ઉપયોગ કરતા થયા
કેવીકે નવસારી તરફથી જીવંત નિદર્શનો પણ બનાવવામાં આવેલ છે, જેમાંથી પ્રેરણા લઇ લોકો પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન બનાવી લોકો માટે ઉદાહરણ પૂરૂ પાડી શકે છે. આસપાસના ગામના ઘણાબધા ખેડૂતો તાલીમ મેળવીને કિચન ગાર્ડનનું જીવનમાં મહત્વ સમજીને પોતાના ઘરની આજુબાજુની પડતર જમીનનો ઉપયોગ કરતા થયા છે. > ડો. સી. કે. ટીંબડીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિ.

બહારથી શાકભાજી લાવવું પડતું નથી
5 વર્ષથી કિચન ગાર્ડન મારા ઘરની પાછળની જમીનમાં શરૂ કર્યું છે. મારા ઘરે છેલ્લા પાંચ વર્ષમાં કોઇપણ દિવસ બહારથી શાકભાજી લાવવાની જરૂર પડી નથી. શાકભાજી વધુ થાય તો બગડીને ફેંડી ન દેવુ પડે તે માટે પાડોશી અને સગા-સંબધીને ત્યાં આપુ છું. > શક્તિબેન પટેલ, ખેડૂત, કલથાણ

ટેરેસ ફ્લેટ પર પણ બની શકે
ઘર આંગણે પોતાની અનુકુળતા પ્રમાણે એક-બે ફળના ઝાડ, શાકભાજી કે ઐષધિય છોડનું ઉત્પાદન લઇ પોતાના કુટુંબની જરૂરીયાત સંતોષી શકે છે. ઘર આંગણે જગ્યા ન હોય અને ફલેટમાં રહેતાં હોઇએ તો ટેરેસ ગાર્ડન બની શકે છે. > અંબાબેન માહલા, ખેડૂત, વાંસદા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો