નવસારી જિલ્લાનુ છેવાડે આવેલુ વાંસદા તાલુકાનુ વાટી ગામે એક એવુ ગામ છે જે ગામના લોકો ચોમાસાની સિઝન શરૂ થતાની સાથેજ પોતાના તાલુકા મથક તેમજ જિલ્લાથી સંપર્ક વિહોણા થઈ જતા હોય છે અને પોતાના તાલુકા તેમજ જિલ્લામાં આવવા માટે અન્ય જિલ્લામાંથી આવવુ પડે છે.ત્યારે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં વાટી ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દઈને વિરોધ નોંધાવ્યો છે.
વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકો તરીકે જાણીતો છે જે તાલુકાના છેવાડે વાટી ગામ આવેલું છે.જે ગામ બાજુમાં આવેલ કાળાઆંબા ગામ સાથે જૂથ ગ્રામપંચાયતમાં આવતુ હોય છે.આ ગામના લોકોએ પોતાની પંચાયત તેમજ સરકાર દ્વારા અપાતુ અનાજ તેમજ બાળકોએ શાળા તેમજ પોતાના તમામ કામો માટે કાળાઆંબા તેમજ તાલુકા મથક વાંસદા જવા માટે કાળાઆંબા અને વાટી ગામની વચ્ચેથી પસાર થતી અંબિકા નદી પસાર કરી ને જવુ પડે છે.ત્યારે આ અંબિકા નદી ઉપર સરકાર દ્વારા આજદિન સુધી કોઈપણ જાતનો કોઝવે કે બ્રિજ બનાવવામાં આવ્યો નથી.જેથી વર્ષના આઠ મહીના એટલે કે શિયાળો તેમજ ઉનાળાની સિઝનમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા માટી પુરાણ કરીને ગ્રામજનોના સહયોગથી અંબિકા નદીમાં માટીનુ પુરાણ કરી આવવા જવા માટે રસ્તાનુ નિર્માણ કરે છે.પરંતુ ચોમાસાની સિઝન શરૂ થાય અને અંબિકા નદીમાં નવા નીરની આવક થતાની સાથેજ ગામલોકો દ્વારા નિર્માણ કરાયેલ માટીનો બ્રિજ પાણીમાં ધોવાઈ જતો હોય છે.આ અંગે ગામલોકો દ્વારા અનેક જગ્યાએ રજુઆત કરવા છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા ગામલોકોએ અંતે પુલ નહિ તો મત નહિ ના વિરોધના બેનરો લગાવી ચુંટણી આવનાર વિધાનસભાની ચુંટણી નો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે.
ડાંગ નવસારી ને જોડતા વાટી ગામે અંબિકા નદી ઉપર પુલ ન બનતા ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે.ગ્રામજનો દ્વારા વર્ષોથી અંબિકા નદી ઉપર પુલ બનાવવાની માંગણી થતી આવી છે.પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી માંગણીને ધ્યાને લેવામાં આવી નથી.જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે.વાંસદા તાલુકાના કાળાઆંબા-વાટી, ખરજઈ, સાદડદેવી અને અડી ને આવેલ ડાંગ જિલ્લાના બોરીગાંવઠા, ચીકાર, ડુંગરરડા ગામના લોકોએ બહિષ્કાર કરી રહ્યા છે.વરસાદ પડતાની સાથે અંબિકા નદીમાં પાણી આવી જતા 6 મહિના સુધી આ રસ્તો બંધ થઈ જાય છે જેથી લોકોએ પુલ નહીં તો મત નહીંના બેનર લગાવી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાના બેનર લગાવી વિરોધ નોધાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.