તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્બર ઓફ કોમર્સ:શહેરમાં નુડાના ફાઇનલ પ્લાનનો અમલ કરો

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરની શુભેચ્છા મુલાકાત લઇ સમસ્યા અંગે રજૂઆત

નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓની મુલાકાત લઇ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે તેમજ શહેરના વેપારીઓની વધતી જતી મુશ્કેલીઓ તથા નુડાના ફાઇનલ પ્લાનના અમલીકરણ, બિસ્માર સાંકડા રસ્તા અંગે વિગતે રજૂઆત કરી તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

નવસારી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી કાર્યવાહી કરવા માટે તેમજ શહેરના વિકાસમાં અવરોધરૂપ બનતા કેટલીક બાબતોને ધ્યાન પર લાવવા માટે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઇ સુખડિયા, મંત્રી શંકરભાઇ પટેલ, ઉપપ્રમુખ હિમાંશુભાઇ ચોકસી, રમેશ એરવાડીયા, સહમંત્રી અજીત નાયક, હરીશ મંગનાણી તથા ખજાનચી સંજયભાઇ ગાંધીએ નવ નિયુક્ત કલેકટર અમીતભાઇ યાદવની મુલાકાત લીધી હતી. તેમણે કલેકટરને વિકાસમાં અવરોધરૂપ બાધાઓ દૂર કરી તાત્કાલિક ધોરણે નુડાના ફાઇનલ પ્લાનનો અમલીકરણ થાય, સાંકડા બિસ્માર રસ્તાઓને લઇ ટ્રાફિક સમસ્યાઓને ઉકેલવા માટે ચર્ચા વિચારણા કરી હતી અને વહેલી તકે સમસ્યાઓ દૂર થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

આ હોદ્દેદારોએ એસપી, નવસારી-વિજલપોર પાલિકાના પ્રમુખ જીગીશભાઇ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અશ્વિનભાઇ કાસુન્દ્રા, રેલવે સુપ્રિટેનડન્ટ વગેરેની મુલાકાત લઇ ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી સૂચનો કરી તાત્કાલિક નીવેડો લાવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...