સઘન બંદોબસ્ત:મોદીના કાર્યક્રમમાં 3000 પોલીસની અભેદ્ય સુરક્ષા

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભા સ્થળથી ડ્રોન કેમેરા દ્વારા સમારોહનું નિરીક્ષણ કરાશે

નવસારી જિલ્લામાં વડાપ્રધાન મોદીના હસ્તે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ ચીખલી ખુડવેલ અને નવસારીના ગ્રીડ સ્થિત એ.એમ.નાયક હેલ્થકેર કોમ્પલેક્ષનું ઉદઘાટન કરનાર છે. બન્ને કાર્યક્રમમાં 3000થી વધુ પોલીસ કર્મીઓની અભેદ્ય સુરક્ષા વચ્ચે કાર્યક્રમ થનાર છે, જેના કારણે મોટાભાગના રસ્તાઓ વન વે કરી દેવામાં આવ્યા છે.

નવસારી જિલ્લામાં 10મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચીખલી તાલુકાના ખુડવેલમાં “ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં આવશે. જ્યાંથી નવસારી સ્થિત એ.એમ.નાયક હેલ્થકેર કોમ્પલેક્ષ ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થા માટે સઘન બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.

કાર્યક્રમ મહાસંમેલન સ્થળે સુરક્ષા માટે 1 એડિ.જી.પી., 16 એસ.પી.કક્ષાના અધિકારી, 32 ડીવાયએસપી કક્ષાના અધિકારી, 81 પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના, 192 પોલીસ સબ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી સહિત ત્રણ હજારથી વધુ પોલીસ તેમજ 320 હોમગાર્ડ જવાનો તથા એસઆરપીએફ કંપની -3 સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાર્યક્રમમાં આવનાર મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી મહિલા પોલીસ અધિકારી/કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત એનએસજી અને ચેતક કમાન્ડો સાથે પણ સંકલન કરીને સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે સર્વેલન્સ માટે ડ્રોન સાથેની ગોઠવણી કરી બાજ નજર રાખવામાં આવનાર છે.

જનતાને 24 એન્ટ્રી ગેટમાંથી 203 જેટલા ડોર ફેમ મેટલ ડિટેક્ટરમાંથી પ્રવેશ અપાશે
કાર્યક્રમ સ્થળની સુરક્ષા માટે 24 એન્ટ્રી ગેટો ખાતે 203 જેટલાડોર ફેમ મેટલ ડિટેક્ટર રાખવામાં આવ્યા છે. જેમાં સંપૂર્ણપણે ચેકિંગ અને ફિસ્કીંગ કરાયા પછી જ પ્રવેશ કરી શકાશે તેમજ બહારથી સભા મંડપની અંદર કોઇ પણ વ્યકિત પાણીની બોટલ, લેડીઝ પર્સ, કોઇ પણ હથિયાર તેમજ જવલનશીલ પદાર્થ કે અન્ય કોઇ શંકાસ્પદ વસ્તુ લઇ જઇ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...