તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાત વર્ષની:અધિક માસની અસર : આ વર્ષે દિવાળી 14મી નવેમ્બરે, 2 આસો માસ હોવાથી ગુજરાતી વર્ષ 13 મહિનાનું રહેશે

નવસારીએક મહિનો પહેલાલેખક: ચેતન પટેલ
  • કૉપી લિંક
  • 17 સપ્ટે. પિતૃમોક્ષ અમાસના 1 મહિના પછી 17 ઓકટો.થી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે

આ વર્ષે 17મી સપ્ટેમ્બરે પિતૃમોક્ષ અમાસના આગલા દિવસથી શરદીય નવરાત્રી નોરતાની શરૂઆત નહીં થાય. એના માટે લોકોએ એક મહિના સુધી રાહ જોવી પડશે. શરદીય નોરતા 17 ઓકટોબરથી શરૂ થશે. જેનું કારણ અધિક માસ છે, જે દર ત્રણ વર્ષમાં એકવાર આવે છે. નવરાત્રી આવવાના કારણે આ વખતે દિવાળી 14મી નવેમ્બરે રહેશે, જયારે ગત વર્ષે 27મી ઓકટોબરે હતી.

આ વખતે દિવાળી મોડેથી આવશે અને તેમને તૈયારીનો પણ મોકો મળી જશે
અધિક માસના કારણે 22મી ઓગસ્ટે ગણેશોત્સવ પછી જેટલા પણ મોટા તહેવાર છે એ તમામ પાછલા વર્ષની તુલનાએ 10થી 15 દિવસ મોડા શરૂ થશે. જોકે પંડિતો અને લોકો મોડેથી નવરાત્રી શરૂ થવાને કારણે આનંદની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આશા છે કે ત્યાં સુધીમાં લગભગ કોરોના મહામારી ખાતમો થઈ જશે અને તહેવાર સારી રીતે મનાવી શકાશે. સામાન્ય માણસ એટલા માટે પણ ખુશ છે કે આ વખતે દિવાળી મોડેથી આવશે અને તેમને તૈયારીનો પણ મોકો મળી જશે.

તહેવાર સુધીમાં મહામારી ઘટશે
વિક્રમ સંવત 2077માં આ વર્ષે બે આસો માસ હોવાના કારણે આ વર્ષ 13 મહિનાનું રહેશે. આસો માસનો સમયગાળો 3 સપ્ટેમ્બરથી લઈને 29મી ઓકટોબર સુધી રહેશે. લોકોમાં એ વાતની ખુશી છે કે તહેવાર સુધીમાં મહામારીનો પ્રકોપ ઘટશે, જેથી દરેક પર્વ ઉત્સાહથી મનાવી શકાય તેવી આશા છે.

આસો માસ 3જી સપ્ટે. થી 29 ઓકટો.સુધી
ડો. જશંવત પી. જાનીના જણાવ્યા પ્રમાણે આસો માસ 3 સપ્ટેમ્બરથી પ્રારંભ 29 ઓકટોબર સુધી રહેશે. એ વચ્ચેના સમયગાળા દરમિયાન 18 સપ્ટેમ્બરથી 16 ઓકટોબરનો સમય અધિક માસનો રહેશે. તેના કારણે 17 સપ્ટેમ્બરે પિતૃ મોક્ષ અમાસ પછી આગલા દિવસે 18 સપ્ટેમ્બરથી નવરાત્ર પ્રારંભ નહીં થાય. જ્યારે નવરાત્રનો શુભારંભ 17 ઓકટોબરથી થશે. ગત વર્ષે 29મી સપ્ટેમ્બરથી તેનો પ્રારંભ થયો હતો. દેવ ઉઠી એકાદશી 25 નવેમ્બરે છે. મહિનાના અંતમાં દેવ ઉઠી એકાદશીના કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન મુહૂર્ત ઓછા રહેશે, કારણ કે 16 ડિસેમ્બરથી 1 માસ સુધી ખરમાસનો પ્રારંભ થઈ જશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો