• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • If The Work Of Sewer Dug In Ward No. 13 Of Navsari Is Not Completed Before Diwali, There Is A Threat Of Spraying Dirty Water At The House Of The President

અલ્ટીમેટમ:નવસારીના વોર્ડ નંબર 13માં ખોદેલી ગટરનું કામ દિવાળી પહેલા પૂર્ણ ના થાય તો પાલિકા પ્રમુખના ઘરે ગંદુ પાણી છાંટવાની ચીમકી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરની મરામત માટે 40 દિવસ પહેલા ખોદકામ કરાયું હતું તેમ છતા કામગીરી પૂર્ણ ના થઈ

નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા દશેરા ટેકરી પાસેના 25 ગાળા વિસ્તારમાં આજથી આશરે 40 દિવસ પહેલા પાલિકા દ્વારા ગટરની મરામત માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, જે ખોદકામ ખુલ્લું મૂકી આજદિન સુધી કામ પૂર્ણ થયું નથી. જેને લઇને ખુલ્લી ગટરને કારણે અનેક સ્થાનિકોને બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોએ ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી છે કે જો દિવાળી પહેલા આ ખોદાયેલી ગટર અને દૂરસ્ત ન થાય અને તેનું કામપૂર્ણ ન થાય તો અમે ભેગા મળીને પાલિકા પ્રમુખના ઘર ઉપર આ ગંદા પાણીનો છંટકાવ કરીશું. આ ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે સ્થાનિકો પાલિકાના બાબુઓના કામ ન કરવાને લઈને જનતા કેટલી ત્રાસી ગઈ છે.

25 ગાળા વિસ્તારમાં ઉભરાતી ગટર અને લિકેજ હોવાને કારણે પાલિકાના કોન્ટ્રાકટરો દ્વારા 40 દિવસ પહેલા ખોદકામ કરી જતા રહ્યા બાદ આજ સુધી ખુલ્લી ખોદેલી ગટર બંધ કરવાનું તેમને યાદ નથી.પાલિકામાં વિપક્ષ ન હોવાથી વિકાસના કામોને લઈને કોઈ બોલનાર ન હોય પાલિકા કર્મચારીઓની બેદરકારી છાસવારે સામે આવતી હોય છે, ત્યારે શ્રમિકોના આ વિસ્તારમાં કોઈ વિરોધ કરવા વાળું ન હોવાથી ચલતા હે, હોતા હેની નીતિ અમલી બની છે.

આ વિસ્તારમાં ત્રણ નગરસેવકોને મહત્વની કમિટી સોંપવામાં આવી છે.છતાં આ વિસ્તારમાં અનેક વખત ગંદુપાણી,પીવાના પાણીની અછત જેવા પ્રાણ પ્રશ્નોનો ભરમાર જોવા મળે છે.અહીંના નગર સેવક વિજય રાઠોડ રજૂઆતો કરીને થાકી ગયા હોવા છતાં પાલિકાકર્મીઓ લોકપ્રતિનિધિની રજુઆત પણ સંભળાવા તૈયાર નથી તો સામાન્ય લોકોના કામ શી રીતે થતા હશે તે રામ જાણે.

25 ગાળામાં રહેતા કપિલ ટેલર ના જણાવ્યા મુજબ આ 40 દિવસથી પાલિકા ખાડો ખોદી ગઈ છે જેમાં ફક્ત 2 દિવસ કામ કરવા આવી છે,વાસ મારતી ગટર પાસે રહેવું મુશ્કેલ બન્યું છે.જેથી 4 થી 6 લોકોને ઝાડ ઉલ્ટીના કેસ પણ સામે આવ્યા છે.છોકરાઓ રમતા નીચે પડ્યા તો મોટો અકસ્માત થઈ શકે છે.અમારી સમસ્યાનો કોઈ સમાધાન નથી કેટલીય ફરિયાદ કરી છે.આજનું આજ કામ થઈ જશે એવું કહીને આવેલા એટલે ખોદવા દીધું પણ એ વાતને આજે 40 દિવસ થવા આવ્યા છે.છતાં કોઈ ઉકેલ નથી.

સ્થાનિક નગરસેવક વિજય રાઠોડના જણાવ્યા મુજબ મેં અનેક વખત રજુઆત કરી છતાં પણ આ ખોદેલી ગટરનો કોઈ ઉકેલ આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...