26 ગામોને હાલાકી:અંડરબ્રિજમાં ચોમાસામાં પાણી ભરાશે તો મરોલી પંથકમાં મુશ્કેલીના એંધાણ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ફ્લાયઓવરના કામને લઈ 26 ગામોને હાલાકી
  • રેલવેની 30 જૂન સુધીમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી

રેલવે ફ્રેઈટ કોરિડોર યોજના અંતર્ગત જિલ્લાની 10 જેટલી રેલવે ફટકો ઉપર રેલવે ફ્લાયઓવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે,જેમાં એક બ્રિજ મરોલીમાં પણ બની રહ્યો છે. બ્રિજના કામને લઈ મરોલી વિસ્તારના 26 જેટલા ગામોના લોકોને અસર થઈ રહી છે.આ લોકોને રેલવે ક્રોસિંગ માટે પોસરા નજીકનો અંડરબ્રિજ અને કોલાસણા નજીકનો અંડરબ્રિજ છે. મળતી માહિતી મુજબ આ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,જે ચોમાસામાં તો ખૂબ વધી જાય છે અને આગામી ચોમાસામાં પણ પગલાં ન લેવાય તો વધશે.

આ અંગે મરોલી પંથકના અગ્રણી અને નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનંજય ભટ્ટે જણાવ્યું કે જો અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા હલ ન થાય તો લોકો આંદોલન કરવાના મૂડમાં છે. બીજી તરફ પોસરાના જાગૃત નાગરિક રોહન કે. નાયકે રેલવે મંત્રી દર્શના જરદોષને આ મુદ્દે રજૂઆત કરી હતી, અન્યોએ પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં રેલવે મંત્રાલયના એક્ઝિ. ડાયરેકટર સત્યનારાયણ જોશીએ ઉક્ત સમસ્યા ડ્રેનેજ વગેરેનું કામ કરી 30 જૂન સુધીમાં ઉકેલવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...