તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:પાલિકાએ વરસાદી ગટર સાફ ન કરી તો કાઉન્સિલરે પોતાના ખર્ચે કરાવી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલો, પાલિકા તંત્ર ચૂંટાયેલ સભ્યને પણ દાદ દેતી નથી
  • તીઘરામાં ચોમાસામાં હળપતિ વિસ્તારમાં પાણી ભરાય છે

નવસારીના તીઘરામાં કાઉન્સિલરે વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે ચોમાસા અગાઉ ગટર સાફ કરાવવા રજૂઆતો કરવા છતાં પાલિકાએ સાફ નહીં કરતા આખરે કાઉન્સિલરે પોતાના ખર્ચે જેસીબી મંગાવી ગટર સાફ કરાવી છે.સામાન્યતઃ પાલિકા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી ગટરની સાફસફાઈ કરાવે છે,જેને લઈ ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ જાય, ભરાવો ન થાય. પાલિકામાં સમાવેશ કરાયેલ તીઘરામાં હળપતિ વિસ્તારોમાં વધુ વરસાદની સ્થિતિમાં ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે.

જેથી અહીંની વરસાદી ગટરની સફાઈ જરૂરી છે. આ માટે પાલિકાના આ વોર્ડના ભાજપના કાઉન્સિલર પ્રીતિ અમીને ગટર સાફ કરાવવા પાલિકામાં અઠવાડિયા અગાઉ રજૂઆત કરી હતી. અન્ય એક આ વોર્ડના કાઉન્સિલરે પણ લેખિત રજૂઆત કરી હતી. આમ છતાં વરસાદી ગટરની સફાઈ આ વિસ્તારમાં નહીં થતા અને ચોમાસુ નજીક આવી જતા આ વોર્ડના કાઉન્સિલર પ્રીતિ અમીને પોતાના ખર્ચે જેસીબી બોલાવી વરસાદી ગટરની સફાઈ શરૂ કરાવી છે.

રજૂઆત ધ્યાને ન લેવાતા સ્વખર્ચે સફાઈ
અમે ગટર સાફ કરાવવા લેખિત રજૂઆત કરી હતી પણ ધ્યાને લેવાઈ ન હતી, જેથી સ્વખર્ચે સાફસફાઈ કરાવી છે. > પ્રીતિ અમીન, કાઉન્સિલર, નવસારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...