• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • If The Ashram School Does Not Provide Good Food To The Children, The Accreditation Of The Institution Will Be Canceled: Minister

નિવેદન:આશ્રમ શાળા બાળકોને સારૂ ખાવાનું ન આપે તો સંસ્થાની માન્યતા રદ થશે : મંત્રી

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • િશક્ષણ ગુણવત્તા સભર હશે તેટલો દેશનો િવકાસ વધુ સારો થશે

ગુજરાતની 661 જેટલી આશ્રમ શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓમાં અભ્યાસ કરતાં આિદવાસી બાળકો માટે રાજ્ય સરકારે માસિક ફુડ બીલ રૂ.1500 થી વધારીને રૂ.2160 કર્યું છે. ગૃહ માતા તથા રસોઈયાઓના પગારમાં વધારો કર્યો છે. હવે જે આશ્રમ શાળામાં પુરતુ સારુ ખાવાનું આપવામાં કસુરવાર ઠરનાર આશ્રમશાળાની માન્યતા રદ કરવામાં આવશે.જર્જરીત મકાનોને બદલે ગુણવત્તા સભર મકાનો તૈયાર કરવામાં આવશે. જેટલું િશક્ષણ ગુણવત્તા સભર અને સારુ હશે તેટલો દેશનો િવકાસ વધુ સારો થશે. શિક્ષણ પાંગળુ હશે તો દેશ બરબાદ થઇ જશે. અર્થ વ્યવસ્થા પણ ખોરવાઇ જશે.

ઉપરોક્ત આ શબ્દો ઉત્તર બુનિયાદી કન્યા િવદ્યાલયના નવા મકાનના લોકાર્પણ સમારોહમાં રાજ્યના િવકાસ અને નાગરિક પૂરવઠા મંત્રી નરેશ પટેલે ઉચ્ચાર્યા હતા. સ્પર્ધાના યુગમાં આદિવાસી િવસ્તારોમાં સરકાર અંગ્રેજી માધ્યમની શાળા પણ શરૂ કરશે. તેવી જાહેરાત પણ કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કુપોષણના કલંકને નાબૂદ કરવા ગુજરાત સરકારે કમર કસી છે અને શાળાનું વાતાવરણ સારુ હશે તો આદિવાસી બાળકો પાછા નહીં પડે તેવું પણ મંત્રીએ જણાવ્યું હતું.

કેબિનેટ મંત્રી નરેશ પટેલ પોતાના આગવા અંદાજમાં બારડોલીના વાઘેચા ગામે સરદાર વલ્લભભાઇ પટેલ ઉત્તર બુનિયાદી કન્યા િવદ્યાલયના નવા મકાનનાં લોકાર્પણ સમારોહમાં બાળકોને તેમના હક અને પુરતી સુવિધા ન આપનારા લોકોને ભાષણ થકી ચેતવણી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...