આવેદન:શાળામાં છાત્રો માસ્ક ન પહેરે તો શિક્ષકોને નોટિસ આપો : વોર્ડ નં.13 ના મહિલા સેવિકા

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીન રપાલિકા હસ્તક આવેલી પ્રાથમિક શાળાઓમાં કોરોનાના સંક્રમણને લઇને હાલમાં કોઈ તૈયારી ન હોય તે બાબતે તૈયારી કરવા અને પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક અને કંપાસ સત્વરે મળે તે માટે ચીફ ઓિફસરને વોર્ડ નં.13ની નગરસેિવકાએ આવેદનપત્ર આપ્યું હતું.

નવસારીના વોર્ડ નં.13ના નગરસેિવકા પ્રિતિ ધર્મેશ અમીને ચીફ ઓિફસરને લેખિતમાં રજુઆત કરી તેમાં જણાવ્યું કે હાલમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના હોય નગરપાલિકા હસ્તકની શાળાઓમાં બાળકોને સોશ્યલ િડસ્ટન્સનું ધ્યાન રાખી તમામ બાળકોને સેનેટાઈઝ કરવામાં આવે અને તમામ બાળકો માસ્ક પહેરે તેનું ધ્યાન રાખવા માટે શિક્ષકોને નોટિસ આપવા જણાવ્યું હતું. નવસારી શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોટબુક અને કંપાસ હજુ સુધી વિતરણ કરવામાં આવ્યા નથી.

તે પણ સત્વરે વિતરણ થાય ઉપરાંત નગરપાલિકાની શાળાઓમાં ગરીબ પરિવારમાંથી અભ્યાસ કરવા માટે આવે છે જેથી તેઓ પૈસા ખર્ચવા માટે સક્ષમ ન હોય તેમને માટે નગરપાિલકા દ્વારા બજેટ ફાળવી તુરંત નોટબુક-કંપાસ મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

ગરીબ બાળકોની હિત માટે રજુઆત કરાઇ છે
નવસારીની 18 જેટલી પ્રાથમિક શાળાઓમાં કંપાસ અને નોટબુક કેમ િવતરણ ન કરી તે બાબતે ધ્યાનમાં આવતા અમે ચીફ ઓિફસરને રજૂઆત કરી ગરીબ બાળકો પોતાના વાલી પાસે નોટબુકનો ખર્ચ કરાવી અભ્યાસ કરી રહ્યાં છે. ગરીબ બાળકોના િહત માટે ચીફ ઓિફસરને રજૂઆત કરી છે. અને બાળકોને કોરોનાથી બચાવવા માટે સોશ્યલ િડસ્ટન્સનું પાલન થાય અને માસ્ક ફરજિયાત પહેરે તે માટે અપીલ પણ કરી છે. - પ્રિતિ ધર્મેશ અમીન, નગરસેવિકા વોર્ડ નં.13

અન્ય સમાચારો પણ છે...