ધર્મ વિશેષ:ચંદ્ર કે સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો બધા જ પ્રકારના સુખ, સંપત્તિ, શ્રેયની પ્રાપ્તિ થાય

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ભાદરવી પૂનમ, સૂર્યને અર્ઘ્ય આપીને પીપળા અને તુલસીની પૂજા કરવી

ભાદરવા મહિનાની પૂનમ આજરોજ છે. આ ભાદરવા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ છે. તે પછી વદ પક્ષ શરૂ થઈ જશે. આ પર્વમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ કે પવિત્ર નદીના જળથી સ્નાન કરવામાં આવે છે. પછી સૂર્યને અર્ઘ્ય આપીને આખો દિવસ દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લેવામાં આવે છે. એટલે આ દિવસને સ્નાન અને દાનની પૂનમ કહેવામાં આવે છે. આ દિવસે તલ અને કપડાનું દાન કરવાથી મહાપુણ્ય મળે છે. આ દિવસે પીપળાની પૂજા કરવાનું પણ વિધાન છે. તેનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.

ભાદરવા મહિનાની પૂનમના દિવસે તુલસીને જળ ચઢાવીને પરિક્રમા કરો તે પછી પ્રણામ કરો. જેથી પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. તે પછી એક લોટામાં પાણી અંદર દૂધ, તલ, જવ અને ચોખા મિક્સ કરીને પીપળાના ઝાડ ઉપર ચઢાવવું જોઈએ. પછી ઘીનો દીવો પ્રગટાવીને ઝાડને પ્રણામ કરવાં. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. પિતૃદોષમાં રાહત મળે છે. આ ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એટલે પીપળાની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.

પુરાણો પ્રમાણે ભાદરવા મહિનાની પૂનમ તિથિએ તીર્થ સ્નાન, દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે. આ દિવસે કરવામાં આવતી વિષ્ણુ પૂજાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે ચંદ્ર પણ સોળ કળાઓથી પૂર્ણ હોય છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે એક સમય ભોજન કરીને પૂનમ, ચંદ્ર કે સત્યનારાયણનું વ્રત કરાય તો બધા જ પ્રકારના સુખ, સંપત્તિ અને શ્રેયની પ્રાપ્તિ થાય છે.

ભાદરવી પૂનમનું મહત્ત્વ અને તેની સાથે જોડાયેલી વાતો

  • આ પૂનમથી પિતૃ પક્ષ શરૂ થાય છે. આ દિવસે સૂર્યને તલ મિશ્રિત જળથી અર્ઘ્ય આપવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.
  • ભાદરવા મહિનાની પૂનમના દિવસે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવાની પરંપરા છે.
  • ભાદરવા મહિનાની પૂનમના દિવસે પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કે ધનનું દાન કરવામાં આવે છે.
  • આ દિવસે ઘરમાં લક્ષ્મી-નારાયણને પ્રસન્ન કરવા માટે વ્રત કરાય છે અને સત્યનારાયણની કથા સાંભળવામાં આવે છે.
  • ભાદરવા મહિનાની પૂનમ તિથિએ અનાજ, પાણી, બૂટ-ચપ્પલ, સૂત્તરના કપડાં અને છત્રીનું દાન કરવું ખૂબ જ શુભ મનાય છે.
અન્ય સમાચારો પણ છે...