ન્યાયની ગુહાર:મને નાણાં નહીં ન્યાય જોઈએ, વસીમ બિલ્લા હત્યા કેસમાં ફરી તપાસ કરોઃ રૂખસાર શેખ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
રૂખસાર - Divya Bhaskar
રૂખસાર

નવસારીમાં વસીમ બિલ્લાની હત્યાના મામલે તેના નાના ભાઈની પત્ની દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્લાના પરિવારને સમાધાન પેટે આરોપી બદરી લેસવાળાએ 15 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરતા બિલ્લા કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપીનું નામ હોવા છતાં તેમના વિરુદ્ધ કેમ પગલાં નહીં લીધા અને તેણીને અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી.

સુરતના વસીમ બિલ્લા હત્યા મામલે બિલ્લા પરિવારની પરિણીતા રૂખસાર ફિરોઝ શેખે નવસારી સરકિટ હાઉસમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વર્ષ-2020માં 23 જાન્યુઆરીના રોજ નવસારીના છાપરારોડ વિસ્તારમાં મણીનગર સોસાયટી પાસે આવેલા બોસ જીમમાં વસીમ બિલ્લા રોજિંદી કસરત કરીને કારમાં બેસીને ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન બાઇક સવાર 4 શખસ સાથે બોલાચાલી બાદ વસીમ બિલ્લાને ગોળી મારી ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં સુરત શહેરના બદરી લેસવાળાનું નામ આરોપીમાં આવ્યું હતું. બદરીના કર્મચારી મસ્તાને પોતાના શેઠને વસીમ બિલ્લો હેરાન કરતો હોવાનું કહીને તેણે જ મર્ડર કર્યું હોવાની વાત બહાર આવી હતી અને મામલો ઠંડો થયો હતો.

વસીમ બિલ્લાના નાનાભાઇની પત્નીએ તેના પરિવાર પર સમાધાનના પેટે 15 કરોડ રૂપિયાની વાત FIRમાં દાખલ કરતા બદરી લેસવાળાએ 15 કરોડ રૂપિયા આપીને કેમ સમાધાન કર્યું એવો આક્ષેપ કરી વસીમ બિલ્લાને ન્યાય અપાવવાની માંગ કરી છે. મને ન્યાય જોઈએ નાણાં નહીં તેમ કહી આ બાબતે વસીમ બિલ્લાના પરિવારની સંપત્તિની તપાસ કરવા નવસારી અને સુરતની ઇન્કમટેક્સ ઓફિસમાં રજૂઆત કરશે તેવું પત્રકાર પરિષદમાં રૂખસાર શેખે જણાવ્યું હતું.

મૃતક વસીમ બિલ્લાની ભાભીએ કરેલા આક્ષેપો

  • પહેલા 5 કરોડ સેટલમેન્ટ માટે આપવા જણાવ્યું પણ નહીં માનતા આરોપીઓને 50 કરોડ સેટલમેન્ટ માટે માંગ્યા. અંતે 30 કરોડ આવ્યા પણ અંતિમ 15 કરોડમાં સમાધાન કરવા માટે વસીમ બિલ્લાના પરિવાર રાજી થયા. પહેલાં 53 લાખ, 5 જૂનના રોજ 6.50 કરોડ, 12 ઓક્ટોબર 2020ના રોજ 4.50 કરોડ અને 19 જાન્યુઆરી 2021ના રોજ 3.50 કરોડ રોકડા વસીમ બિલ્લાના ઘરે આપવા આવ્યા.
  • વસીમ બિલ્લાને મારવા 3થી વધુ બાઇક પર અન્ય યુવાનો પણ આવ્યા હતા તો માત્ર 3ની જ અટક કેમ? અન્ય બાઇક પર યુવાનો આવ્યા હતા તે બાબતે પોલીસે તપાસ કેમ ન કરી ?
  • સુરતના વસીમ બિલ્લા મર્ડર બાબતે બદરી લેસવાલાનું નામ ખુલ્યું હતું. તે પોલીસ મથકે કેમ ન આવ્યો ?
  • વસીમ બિલ્લાના પરિવારજનોએ નાણાં લીધા બાદ તેણીને સમાધાન માટે સહી કરવા દબાણ કર્યું હતું. તેણીએ ના પાડતા તેણીને માનસિક-શારીરિક ત્રાસ આપવામાં આવ્યો અને એક વર્ષ પહેલાં નવસારી મહિલા પોલીસમાં અરજી આપી પણ કાર્યવાહી થઈ ન હતી. હાલમાં નવા આવેલા મહિલા પોલીસ અધિકારીએ અરજીને એફઆઈઆરમાં નોંધી હતી.
અન્ય સમાચારો પણ છે...